સંખેડા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ગાડીનો પીછો કરી વિદેશી દારૂ પકડ્યો

સંખેડા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ગામડી ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે સંખેડા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. સંખેડાડી એમ. વસાવાને એક લાલ કલરની સેવરોલ એવીઓ ગાડી દારૂ ભરી બોડેલી તરફથી ડભોઇ તરફ આવે છે.
જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ગાડી આવતા રોકાવનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી રોકેલ નહિ અને બહાદુરપુર રોડ ઉપર નાસવા લાગતા ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે ગામડી વસાહત પાસે વળાંકમાં રોડની સાઈડમાં ગાડી ઉતારી અંધારાનો લાભ લઈને ખેતરોમાં નાસી ગયેલ. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ભરેલ પેટી નંગ 18 તથા છૂટી બોટલ મળી કુલ નંગ 240 જેની કિંમત રૂ.1,14,060 અને ગાડી ની કિંમત રૂ.5,00,000 મળી કુલ 6,14,060 નો મુદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )