એક મંદિરને બચાવવા મુસ્લિમ યુવકો એક અલગ ચિત્ર પણ જોવા મળ્યું. અહીં ગુસ્સે ભરાયેલા ટોળાથી એક મંદિરને બચાવવા માટે મુસ્લિમ યુવકોએ માનવ સાંકળ ઉભી કરી દીધી હતી અને ઉપદ્રવીઓને નજીક આવતાં અટકાવ્યાં હતા. હાલમાં આ લોકોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુ (Bengaluru Violence) માં ભડકેલી સાંપ્રદાયિક હિંસા બાદ રાજકીય પ્રતિક્રિયા ઉપરાઉપરી ચાલુ છે. હકીકતમાં, અહીંના પુલકેશનગરમાં મંગળવારે રાત્રે ટોળાએ પોલીસ સ્ટેશન અને કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાનને તોડફોડ કરી હતી. ધારાસભ્યના સબંધીએ અપમાનજનક પોસ્ટ શેર કર્યા પછી આ મામલો બિચક્યો હતો. આ હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોની મોત થઈ છે અને અનેક ઘાયલ થયા છે.
બેંગલુરુમાં થયેલી હિંસાની તસવીરોમાં સામાજિક એકતાનું એક અલગ ચિત્ર પણ જોવા મળ્યું. ત્યાંના ગુસ્સે ભરાયેલા ટોળાથી એક મંદિરને બચાવવા માટે મુસ્લિમ યુવકોએ માનવ સાંકળ ઉભી કરી અને ઉપદ્રવીઓને મંદિરની નજીક આવતાં અટકાવ્યાં. હાલમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અને આખી ઘટના પર કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરે કહ્યું છે કે જે દોષી છે તેમને બક્ષવામાં ન આવે, પરંતુ બેંગલુરુમાં જે બન્યું છે તે જોવું જોઈએ.
તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ, થરૂરે લખ્યું છે – ‘જેમણે ઉશ્કેરણી કરી હતી તેમને ધરપકડ કરી સજા થવી જોઈએ. પરંતુ આખો સમુદાય એક પ્રકારનો નથી જેમ તમામ ઠગ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા નથી. બેંગ્લોરમાં પણ આવું જ બન્યું છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, પોલીસે માહિતી આપી હતી કે ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન પાસે લોકો એકઠા થયા હતા અને તોડફોડ કરી હતી. આ પછી ટોળાએ પોલીસ મથકને એ વિચારીને નિશાન બનાવ્યું કારણ કે તેમને થયું કે પોલીસે આરોપીને ત્યાં કસ્ટડીમાં રાખ્યો છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે હિંસાને રોકવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમોના વાહનોને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું. ધારાસભ્યએ સમુદાયના સભ્યોને હિંસા ન કરવા અપીલ કરી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)