મેઢાસણમાં રૂ. 11000ની રોકડ સાથે 5 જુગારી ઝડપાયા
સરડોઈ : મોડાસા તાલુકાના મેઢાસણ ની પ્રાથમિક શાળા પાસે બુધવારની સાંજે જુગાર રમાતો હતો તે સમયે ત્રાટકેલી પોલીસે પાંચ જુગારી ઓ ને રૂ.૧૧,૩૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લોક અપ માં ધકેલી દીધા છે.અરવલ્લી જિલ્લા માં શ્રાવણ માસ ના આરંભ સાથે જુગાર ધામ ધમ ધમતા થયા છે. જુગાર ની બદી ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપી છે ત્યારે ગત રોજ મોડાસા ગ્રામ્ય પોલીસે મેઢાસણ માં છાપો મારતાં હાર જીત નો જુગાર રમતા જીગર લક્ષ્મણ ભોઈ,અજીતસિંહ વિજયસિંહ દોઢિયા,ભાવેશ ચંદુ રાવળ,કમલેશ ધુડા ભાઈ રાવળ અને રમણ પૂજા ભાઈ રાવળ રંગેહાથે ઝડપાઇ ગયા હતા.બનાવ અંગે મોડાસા ગ્રામ્ય પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોધી તપાસ હાથધરી છે.
દિનેશ નાયક (સરડોઈ)