ગોકુળાષ્ટમીના શુભદિને ‘સનાતન સંસ્થા’ના નેપાળી ભાષામાંના સંકેતસ્થળનું વિમોચન !

કર્ણાવતી : હજારો વર્ષોથી ભારત અને નેપાળના સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. ‘હિંદુ ધર્મ’ આ બન્ને દેશમાંનો સમાન તાંતણો છે. સ્વાભાવિક રીતે જ બન્ને દેશોનાં શ્રદ્ધાસ્થાનો, માન્યતા, તહેવાર–ઉત્સવ ઇત્યાદિમાં મોટા પ્રમાણમાં સમાનતા છે. સનાતન સંસ્થાના સંકેતસ્થળનો સમગ્ર વિશ્વમાંનો હિંદુ સમાજ વાચક છે. વિવિધ દેશોમાંના હિંદુ નાગરિકોનો સદર સંકેતસ્થળને બહોળો પ્રતિસાદ મળે છે. તેમાંથી કેટલાક નેપાળી જિજ્ઞાસુઓએ નેપાળમાંના હિંદુ સમાજને ધર્મશિક્ષણ મળે એ માટે સનાતનનું સંકેતસ્થળ નેપાળી ભાષામાં ચાલુ કરવાની આગ્રહભરી માગણી કરી. સનાતન સંસ્થા હિંદુ ધર્મપ્રચારનું વ્રત લઈને જ કાર્યરત હોવાથી અમે તે માગણી પૂર્ણ કરી રહ્યા છીએ. વિશ્વભરના નેપાળી ભાષિકોને ધર્મશિક્ષણ મળે તે માટે અમે નેપાળી સંકેતસ્થળનો આરંભ કરતા હોવાનું સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસે કહ્યું.
11 ઑગસ્ટના દિવસે ગોકુળાષ્ટમીના મંગળ પર્વ પર ‘ઑનલાઈન’ કાર્યક્રમ દ્વારા આ સંકેતસ્થળનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમયે ‘રાષ્ટ્રીય ધર્મસભા નેપાળ’ના અધ્યક્ષ ડૉ. માધવ ભટ્ટરાઈ અને તેમનાં ધર્મપત્ની, તેમજ નેપાળ સરકારમાંના માજી રાજ્યમંત્રી સૌ. કાંતા ભટ્ટરાઈના હસ્તે લોકાર્પણ થયું. આ મંગળ પ્રસંગે હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્ગુરુ ડૉ. ચારુદત્ત પિંગળે પણ દેહલીથી ‘ઑનલાઈન’ ઉપસ્થિત હતા. આ પ્રસંગે બોલતી વેળાએ ડૉ. માધવ ભટ્ટરાઈએ કહ્યું, ‘‘સનાતન સંસ્થાનું નેપાળી ભાષામાંનું સંકેતસ્થળ અમને પુષ્કળ ઉપયોગી થતું હોવાનું ધ્યાનમાં આવ્યું. તેની પુષ્કળ સહાયતા થઈ શકશે. નેપાળમાં આ રીતના ધાર્મિક સંકેતસ્થળો ઓછાં છે. આ સંકેતસ્થળ કેવળ ધર્મ વિશેનું જ્ઞાન જ નહીં, જ્યારે ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે અમને સહુકોઈને દિશાદર્શન પણ કરશે.’’
આ સમયે બોલતી વેળાએ સદ્ગુરુ ડૉ. ચારુદત્ત પિંગળેએ કહ્યું, ‘સંકેતસ્થળ પરની હિંદુ ધર્મશિક્ષણ ઇત્યાદિ જાણકારીના માધ્યમ દ્વારા ભારત અને નેપાળ આ દેશોમાંનું ધર્મબંધુત્વ દૃઢ થશે. બન્ને દેશોમાં ચાલુ રહેલી ‘હિંદુ રાષ્ટ્ર સ્થાપના’ની ચળવળ પણ આગળ ધપશે.’ હિંદી, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, કન્નડ, તેલગુ, તામિલ, મલયાલમ આ 8 ભાષાઓમાં રહેલું આ સંકેતસ્થળ હવે નેપાળી ભાષામાં પણ ઉપલબ્ધ થયું છે. અધ્યાત્મ વિશેની શંકાઓનું નિરસન કરવા માટે ‘ઑનલાઈન’ સંપર્કની સુવિધા પણ આ સંકેતસ્થળ પર ઉપલબ્ધ છે. સનાતનના સંકેતસ્થળ દ્વારા જિજ્ઞાસુઓએ સાધનાનો પ્રારંભ કર્યો અને પોતાનું જીવન આનંદી બનાવ્યું છે. તેથી વધારેમાં વધારે જિજ્ઞાસુઓએ આ સંકેતસ્થળની મુલાકાત લઈને સાધનાનો આરંભ કરવો, એવું આવાહન સનાતન સંસ્થા વતી કરવામાં આવ્યું છે.
સંકેતસ્થળની લિંક : www.Sanatan.org/nepali