PCBની ટીમે હરિયાણાથી લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

PCBની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાન પાસિંગની ટ્રકમાં હરિયાણાથી દારૂ ભરી ટ્રક અમદાવાદ આવી રહી છે અને નારોલ- અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે. જે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તેમના નામ ટ્રકચાલક નવદીપ બિશનોઈ અને ક્લીનર અક્ષય બિશનોઈ (બંને રહે. હરિયાણા) હોવાનું કહ્યું હતું. ટ્રકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.11 લાખની કિંમતની 2760 દારૂની બોટલ મળી આવી હતી.
પકડાયેલ આરોપી
બંનેની પૂછપરછ કરતા હરિયાણાના સતપાલ બિશનોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમપુરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો અને પોલીસ રોકે તો બીલટી બતાવવા કહ્યું હતું. અમદાવાદ પહોંચી અને રાજુ હિસાર નામના શખ્સનો નંબર આપ્યો હતો તેને ફોન કરવા કહ્યું હતુ. પોલીસે ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી દારૂ કોને મંગાવ્યો હતો અને કોને મોકલવાનો હતો તેની તપાસ શરૂ કરી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)