MLA ડો.આશાબેન પટેલના પ્રયત્નોથી ઊંઝાનું ‘સરકારી સાયન્સ કોલેજ’નું સ્વપ્ન પૂર્ણ થયું

MLA ડો.આશાબેન પટેલના પ્રયત્નોથી ઊંઝાનું ‘સરકારી સાયન્સ કોલેજ’નું સ્વપ્ન પૂર્ણ થયું
Spread the love

પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝામાં ગત વર્ષે સરકારે વિજ્ઞાન પ્રવાહની કોલેજનું એક્સ્ટેંશન સેન્ટર ફાળવ્યું હતું જેની માતૃસંસ્થા એમ.એન સાયન્સ કોલેજ વિસનગર હતી. જોકે ઊંઝાના ધારાસભ્ય દ્વારા ઊંઝામાં કાયમી નિયમિત સાયન્સ કોલેજની માગણી કરવામાં આવી હતી. ઊંઝાના ધારાસભ્ય ની ધારદાર રજૂઆત ને પરિણામેં સરકારે આ વર્ષે ઊંઝા ને કાયમી નિયમિત સરકારી સાયન્સ કોલેજ ની મંજૂરી આપી દીધી છે. જેથી આ પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.

કહેવાય છે કે ‘હકીકત ક્યારેય છુપાતી નથી’ ધારાસભ્યએ પોતાના મતવિસ્તારને શિક્ષિત કરવા શું કર્યું એ હવે જગજાહેર છે. કારણ કે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન ના મત વિસ્તાર ઊંઝા અને વડનગર બંને ઠેકાણે હવે સરકારી સાયન્સ કોલેજો નો લાભ વિધાર્થીઓને મળશે. પ્રધાનમંત્રીના વતન વડનગરમાં તો સરકારી સાયન્સ કોલેજ કાર્યરત પણ થઈ ચૂકી છે છે, જ્યારે ઊંઝામાં હવે સરકારની વહીવટી મંજૂરી મુજબ ટૂંક સમયમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થશે.અને બિલ્ડીંગનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. જાણવા મળતી માહિતી સરકારી સાયન્સ કોલેજ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં રોટરી કલબ ઊંઝા પણ સહયોગ પુરો પાડશે.

ઊંઝા સાયન્સ કોલેજ માટે સરકારે છ નું મહેકમ પણ મંજૂર પણ મંજૂર કરી દીધું છે. ઊંઝાનું સરકારી સાયન્સ કોલેજ નું સ્વપ્ન સ્વપ્ન ડો.આશાબેન પટેલના પ્રયત્નોથી સાકાર થયુ છે. હવે ઊંઝા પંથકના સાયન્સ કોલેજ કરવા માંગતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પાલનપુર, મહેસાણા કે વિસનગર સુધી દૂર દૂર જવું નહી પડે પડે નહી પડે પડે જવું નહી પડે પડે નહી પડે પડે. વિદ્યાર્થીઓ માત્ર નજીવા ખર્ચે ઊંઝામાં રહીને સાયન્સ ની કોલેજ પૂર્ણ કોલેજ પૂર્ણ કરી શકશે. ઊંઝા ને મળેલી સરકારી સાયન્સ કોલેજ એ ઊંઝા પંથકની આવનારી પેઢીનું ઉજ્વળ ભવિષ્ય સાબિત થશે એમ કહેવામાં પણ કોઇ અતિશયોક્તિ અતિશયોક્તિ નથી.જો કે ડો.આશાબેને પણ પોતાના વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

FB_IMG_15973153884876028.jpg

Admin

Apurva Raval

9909969099
Right Click Disabled!