કોપરના વાયરો સાથે ચાર ઈસમોને ઝડપી મુદ્દામાલ કબજે કરતી દહેજ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ , વડોદરા , તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લો ભરૂચ નાઓએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.પી.વાઘેલા ભરૂચ વિભાગ , ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એ.સી ગોહીલ પો.સ્ટે . વિસ્તાર પેટ્રોલીંગમાં હતા , જેના ફળ સ્વરૂપે પોલીસ ઇન્સપેક્ટર એ.સી.ગોહીલને બાતમી મળેલ કે , એક ટાટા છોટા હાથી નંબર GJ – 16 – w – 358s માં કોપરના વાયરો ભરીને આમોદ તરફ જાય છે , જે બાતમી અધારે દહેજ આમોદ રોડ ઉપર આવેલ ભૂતમામાની ડે’રી પાસે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન ટાટા છોટા હાથી ને- GJ – 16 : w.3535 નો આવતા સદર છોટા હાથીને રોકી લઈ રોડની સાઈડમાં ઉભો રાખી છોટા હાથીમાં બેસેલ ઇસમોના નામ ઠામ પુછતા (૧) આસુરામ મીયારામજી ગુર્જર ઉં , વ .૨૬ , હાલ રહે , જાગેશ્વર , રણજીતભાઈ પટેલના મકાનમાં તા.વાગરા, જી.ભરૂચ. (૨) પ્રકાશચન્દ્ર રેમતાજી ગુર્જર ઉ.વ .૨૫ હાલ રહે , જાગેશ્વર , લહેરભાઈના ગોડાઉનમાં તા , વાગરાં , જી.ભરૂર્ય (૩) સુરેશભાઈ જયરામજી ગુર્જર ઉ.વ .૩૦ હાલ રહે. જાગેશ્વર, લહેરુભાઈના ગોડાઉનમાં તા.વાગરા , જી.ભરૂચ (૪) હરદીપસિંહ બલવિન્દ્રસિંહ મજબી શીખ ઉં.વ. ૧૯ હાલ રહે , દહેજ , રુષિરૂપ કોમ્પલેક્ષ, લજપત વાસુદેવ મહેશ્વરીના મકાનમાં, વાડીયા ચોકડી, તા.વાગરા, જી.ભરૂચના હતા અને છોટા હાથી નંબર GJ-16-W-3585ના પાછળના ભાગે ચેક કરતા રબરનાં ટુકડાઓ તેમજ કોપરના વાયરોના ટુકડાઓ ભરેલ હોય જેના બીલ કે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ જેથી સદર ટાટા છોટા હાથીમો ભરેલ રબરના ટુકડા , તેમજ કોપરના વાયરોનું કુલ વજન આશરે ૭૫૦ થી ૮૦૦ કિ.ગ્રામ જેની આશરે કિ.રૂ .૬,00,000 / – ની ગણી ચોરીનો હોવાનો હોવાનો પાકો શક વહેમ હોય જેથી’ ટાટા છોટા હાથી નં- GJ-16-W- 3585 કિ.રૂ .૮૦,૦૦૦/- ગણી કોપરના વાયરો તેમજ વાહન મળી કુલ મુદ્દામાલ કિ.રૂ .૬,૮૦,૦૦૦ / – નો CRPC કલ્મ ૧૦૨ મુજબ કબજે કરી ઉપરોક્ત ઇસમોને CRPC ૪૧ ( ૧ ) D મુજબ અટક કરી પુછપરછ કરતાં સદર મુદ્દામાલ ચાઇના સ્ટીલ કોર્પોરેશન ઇન્ડીયા પ્રા.લી. જોલવા માંથી ચોરી કરેલ હોવાનું જણાવતા કંપનીના ડેપ્યુટી મેનેજર કૌશલભાઇ ભાનુપ્રસાદ પંડ્યા નાઓની ફરીયાદ લઈ દહેજ પો.સ્ટે . ગુ.ર.નં. 111990162oo385 ઇ.પી.કો. કલમ- ૩૮૧ , ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે , આવનાર સમયમાં દહેજ પો.સ્ટે . વિસ્તારમાં ચાલતી આવી ગેર કાયદેસરની પ્રવૃતિ અટકાવવા દહેજ પોલીસ કટિબધ્ધ છે .
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)