ડ્રગની આદતથી બરબાદ થયેલ આ વ્યક્તિને સપનામાં આવેલા આઈડિયાએ બનાવી દીધો 2000 કરોડનો માલિક

કેહવાય છે કે સપનાઓ ક્યારેય સાચા નથી થતા પણ તમારી અંદર જો એ જનૂન હોય તો સપનામાં આવેલા એક આઈડિયા તમને 2000 કરોડની કંપનીના માલિક બનાવી શકે છે. જો તમને આ અશક્ય લાગતું હોય તો તમે ખોટા છો, અમેરિકામાં રહેતા માઈક લિન્ડેલ ને સપનામાં આવેલા આઈડિયા ને કરોડોની કંપનીમાં બદલી નાખ્યો અને બની ગયો ઓશિકાઓની દુનિયાનો રાજા માઈક લિન્ડેલ નો જન્મ અમેરિકાના મેક્ન્ટો, મિનેસોટામાં થયો હતો પણ તેનું જીવન ચસકા નામના શહેરમાં વીત્યું હતું. માઈકને રોજ સુવામાં તકલીફ થતી હતી, કેમકે તેને તેનું ઓશીકું ફાવતું નહોતું,
ઓશીકું આરામદાયક ના હોવાના કારણે તેની ઊંઘ પુરી નહોતી થતી. એક રાત્રે તે સુઈ રહ્યો હતો અને અચાનક તેની ઊંઘ ઉડી ગઈ અને તેણે તેના ઘરની દરેક દીવાલ પર “મારુ ઓશીકું” લખી નાખ્યું અને ત્યારથીજ તેના ધંધાની શરૂઆત થઇ હતી. માઈકે વિચાર્યું કે આ નાના અમથા ઓશીકાથી મને જો આટલી તકલીફ થતી હોય તો મારી જેવા આ દુનિયામાં કેટલાય લોકો હશે જે મારી જેમ પીડાતા હશે, પછી તો જાણે માઈક પર એક જનૂન સવાર થઇ ગયું અને તેણે નિર્ણય કર્યો કે હું એક એવું ઓશીકું બનાવીશ જે મારી અને મારી જેવા બીજા લોકોની તકલીફ દૂર કરશે, અને આજે તેને આખી દુનિયા ઓશિકાઓનો રાજા તરીકે ઓળખે છે.
તેની કંપનીનું નામ છે “માય પિલો”…
આ બધું વાંચવામાં જેટલું સહેલું લાગે છે પણ હકીકતમાં ખુબજ અઘરું છે, માઈકે તેની કંપની શરૂ કરતા પહેલા તેના જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ જોયા, એક સમય તો એવો હતો કે માઈક્ને તેના અભ્યાસ નો ખર્ચ પૂરો કરવા માટે બે નોકરી એક સાથે કરવી પડતી હતી. તેને લાગ્યું કે ભણવામાં તે માત્ર સમય બગાડી રહ્યો છે અને તેને પોતાની કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો અને નોકરી કરવાનું શરૂ કરી દીધું, એક દિવસ નોકરી દરમિયાન તેના મેનેજર સાથે ઝગડો થઇ ગયો અને મેનેજરે તેને બધાની સામે ઉતારી પાડ્યો અને નોકરીમાંથી કાઢી મુક્યો, આ બનાવ પછી માઈકની અંદર એક જનૂન પેદા થયું કે હું પણ કંઈક કરીને બતાવીશ.
નોકરીમાંથી કાઢી મુકાયા પછી માઈકે કેટલાય ધંધામાં નસીબ અજમાવ્યું, કાર્પેટ સાફ કરવાના ધંધાથી લઈને ડુક્કર પાળવાના ધંધા સુધી તેને કેટલાય ધંધા કરી જોયા પણ સફળતા ના મળી અને પોતાની બચાવેલી તમામ મૂડી ધોવાઈ ગઈ અને ફરી વખત નોકરી કરવાની શરૂઆત કરી અને તે બારમા બારટેન્ડરનું કામ કરવા લાગ્યો અને અહિયાંથીજ તેને ડ્રગ્સ આદત થઈ ગઈ.
બારમા નોકરી દરમિયાન તેને ડ્રગની એવી આદત પડી ગઈ કે તે દિવસ રાત ડ્રગના નશામાં રહેવા લાગ્યો અને તેના કારણે તેની પત્ની પણ તેને છોડી ને ચાલી ગઈ. અને તેના છૂટાછેડા થઇ ગયા આટલું બધું થયા પછી માઈક્ને સામાન્ય જીવન જીવતા 10 મહિના જેટલો સમય લાગ્યો, 2009માં એક પાર્ટીમાં છેલ્લીવાર તેણે નશો કર્યો હતો અને ત્યાર બાદ દારૂ ને કાયમ માટે છોડી દીધું. પોતાનું બધુ જ ધ્યાન પોતાના ધંધા પર કેન્દ્રિત કર્યું, 2011માં એક લોકલ સમાચાર પેપરમાં માઈકની કંપની વિષે એક લેખ છપાણો અને એક મોટા સ્ટોર વાળાએ તેને તેના સ્ટોરની અંદર એક સ્ટોલ ખોલવા માટે કહ્યું, માઈક પાસે રૂપિયા ન હોવાથી તેણે 97000 હાજર રૂપિયાની લોન લઈને પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો.
પાંચ કર્મચારી સાથે શરૂ થયેલી આ કંપનીની કર્મચારીઓની સંખ્યા 500 જેટલી થઇ ગઈ અને તેની કંપની “માય પિલો” વર્ષે લગભગ 3 કરોડ ઓશિકાઓ વેચે છે અને તેની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2000 કરોડ કરતા પણ વધારે થઇ ગયું. આની સિવાય માઈકે સમાજ કલ્યાણ ના ઉદેશ્ય સાથે લિન્ડેલ ફાઉન્ડેશન ની સ્થાપના કરી, લિન્ડેલ ફાઉન્ડેશન તમામ સામાજિક મુદ્દાઓ વિષે લોકોને જાગૃત કરે છે.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)