રાજકોટ : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી રોકડા સેરવી લેતા ઇસમોને પકડી પાડી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ શહેર વિસ્તારમાં પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરતા ઇસમો સક્રિય થયેલ હોય. તેને શોધી કાઢવાની ઉપરી અધિકારી તરફથી સુચના મળતા પોલીસ સબ ઇન્સ. એસ.વી.સાબરા તથા પોલીસ હેડ.કોન્સ. ધીરેનભાઈ માલકીયા તથા મોહસીનખાન મલેક તથા પો.કોન્સ. મહેશભાઈ મંઢ, હિરેનભાઇ સોલંકી, દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા કીરીટસિંહ ઝલા, સંજયભાઈ ચાવડા વિગેરેના રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. કિરતસિંહ ઝાલા, સંજયભાઈ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલા, ને મળેલ ચોકકસ હકિકત આધારે સેટેલાઇટ ચોક માંથી ૨ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. અને તેની વિરુધ કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૮૦૩૭૨૦૧૫૫૧/ર૦ ઇ.પી.કો. કલમ-૩૭૯ (ર) બી-ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૨૦૮૦૫૧૨૦૧૭૪૩/ર૦ ઇ.પી.કો. કલમ-૧૭૯ ગુુન્હો નોંંધી C.N.G. ઓટો રિક્ષા G.J.-3- B.U-6045 અને રોકડ રૂ.૧૧,૨૦૦ જપ્ત કરવામાં આવ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)