જામનગરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્, વધુ 80 પોઝિટિવ કેસ

જામનગરમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહેતા વધુ ૮૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં સંક્રમણ ઘટવાનું નામ ન લેતા વધુ ૭૪ દર્દી લોકો સંક્રમિત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ફકત ૬ કેસ નોંધાયા છે. કુલ ૬૩ દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી. ખાસ કરીને શહેરમાં સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આ સ્થિતિમાં મંગળવારે એક દિવસમાં વધુ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણની ગતિ મંદ હોય ફક્ત ૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી બાજુ શહેરમાં ૫૦ તો જિલ્લામાં ૧૩ કોરોનાના દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં કોરોનાનો સંક્રમણ દિનપ્રતિદિન વકરી રહ્યું હોવા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે તો તંત્ર પણ નિયમોની અમલવારીમાં લોલમલોલ ચલાવી રહ્યું છે.
– રોહિત મેરાણી (જામનગર)