અરવલ્લીના ૩ ડેમ પૂર્ણ સપાટીએ પહોંચવાની તૈયારીમાં
સરડોઈ : અરવલ્લી જિલ્લામાં એક સપ્તાહ અગાઉ જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક ગુજરાતી જણાતી હતી પરંતુ છેલ્લા પાંચ દિવસથી જિલ્લા ઉપરાંત રાજસ્થાનના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે માઝુમ, મેશ્વો અને માત્ર ડેમમાં પાણીની મહત્તમ આવક થઈ જેના કારણે ત્રણે ડેમ તેને પૂર્ણ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે જિલ્લામાં વરસાદી માહોલ જમ્યા પછી નદી તળાવ અને ડેમમાં પાણીની આવક થવાની સાથે મોટા ડેમ ઓપન પાણીનો સતત આવડે વધુ હોવાના કારણે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જેમાં માઝુમ ૧૩૩.૭૯ ,મેશ્વો ૨૧૩.૧૯ અને વાત્રક ડેમ માં ૧૩૩.૭૯ મીટર ની સપાટી સુધી પાણી પહોંચ્યું છે.ટુંક માં વરસાદ ની દે ધના ધન થી ડેમ માં પાણી નો મહત્તમ જથ્થો સંગ્રહ થતાં આગામી ઉનાળા દરમ્યાન પાણી ની ચિંતા હળવી થઈ છે.
જિલ્લા ના ડેમ માં પાણી ની સ્થિતિ….
- માઝુમ પૂર્ણ સપાટી ૧૫૭.૧૦ હાલ ની સપાટી ૧૫૬.૧૬
- મેશ્વો પૂર્ણ સપાટી ૨૧૪.૫૯ હાલ ની ૨૧૩.૧૯
- વાત્રક પૂર્ણ સપાટી ૧૩૬.૨૫ હાલ ની સપાટી ૧૩૩.૭૯
દિનેશ નાયક (સરડોઈ)