ખેડબ્રહ્મા : 71મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા : 71મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
Spread the love

૭૧ મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ખેરોજ મુકામે ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઉજવણી તારીખ 26 8 2020 ને બુધવારના રોજ સવારે 10:00 કલાકે સમદર્શન હાઈસ્કૂલ ખેરોજ ના પટાંગણમા રાખવામા આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રાગટ્ય કરી ,તુલસીના રોપાઓનું વિતરણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ એન. એ. ચૌધરીએ વનીકરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

સમારંભના અધ્યક્ષ રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા એ પ્રસંગને અનુરૂપ વનીકરણ વિશે લોકોને પોતાના ખેતરની ફરતે અને પડતર જમીનોમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાની વાત કરી હતી. મુખ્ય મહેમાન અને ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાળે ખેડૂતોને ખેતીની સાથે વૃક્ષારોપણ કરીને પણ આવકનું સાધન મેળવી શકાય એવી વાત મૂકી હતી.

અતિથિ વિશેષ પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબે પર્યાવરણને બચાવવું હશે તો વૃક્ષો વધુને વધુ વાવવા પડશે. આ કાર્યક્રમમાં પરિક્ષેત્ર વન અધિકારી નોર્મલ રેન્જ ખેડબ્રહ્મા જે.પી ચાવડા ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કસનાભાઈ , પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ તથા ખેડબ્રહ્મા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ ગોસ્વામીએ કર્યું હતું.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20200826-WA0063.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!