સાચા જમીન માલિકોના હિતોનું રક્ષણ કરતા કાયદાને કેબિનેટમાં પસાર કરાતા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ રૂપાણી સરકારને આપ્યા અભિનંદન

મોટી ઇસરોલ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીનાં નેતૃત્વ આજે કેબિનેટમાં પસાર કરેલ કાયદેસરનાં , સાચાં જમીન માલિકોનાં હિતોનું રક્ષણ અને જમીન માફીયાઓને અંકુશમાં લેનાર “ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટને મંજૂરીને આવકારતાં અને અભિનંદન આપતાં ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયા, કેન્દ્ર સરકારનાં નીતિ આયોગે નિકાસ તૈયારી-સૂચકાંકમાં દેશમાં ગુજરાતને નંબર- વન જાહેર કર્યુ છે તે ગુજરાતનાં ઉત્પાદનકારો અને ગુજરાત માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)