સીપીઓના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

સીપીઓના વાયદાના ભાવમાં સુધારાનો સંચાર
Spread the love

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૭,૨૬૧ સોદામાં રૂ.૧૩,૭૭૯.૧૭ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓ અને બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ બુલડેક્સનો હિસ્સો રૂ.૧૩,૨૨૬.૫૩ કરોડનો તથા ઓપ્શન્સનો હિસ્સો રૂ.૫૫૨.૬૪ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ફેરફાર થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડા સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓના વાયદામાં સુધારાનો સંચાર થયો હતો, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ વાયદાના ભાવમાં હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૪૯૧૮૮ સોદાઓમાં રૂ.૮૪૩૨.૮૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૧૮૪ અને નીચામાં રૂ.૫૦૮૬૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨ ઘટીને રૂ.૫૦૯૨૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૨૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૫૧૦ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૯ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૬૯ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦ ઘટીને બંધમાં રૂ.૫૦૮૭૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૩૯૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૫૬૬ અને નીચામાં રૂ.૬૩૧૫૩ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૨ વધીને રૂ.૬૪૦૫૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.૨૯૬ વધીને રૂ.૬૪૧૧૭ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ.૨૬૭ વધીને રૂ.૬૪૧૨૪ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૨૩૦ સોદાઓમાં રૂ.૧૮૧૦.૬૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૨૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૩૯ અને નીચામાં રૂ.૩૨૧૦ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨ ઘટીને રૂ.૩૨૧૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૪૬૯ સોદાઓમાં કુલ રૂ.૧૪૯.૯૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓગસ્ટ વાયદો ગાંસડીદીઠ રૂ.૧૬૯૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૦૦૦ અને નીચામાં રૂ.૧૬૮૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ ઘટીને રૂ.૧૬૯૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૫૧.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૫ વધીને બંધમાં રૂ.૭૫૨.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૯૯૦ અને નીચામાં રૂ.૯૯૦ રહી, અંતે રૂ.૯૯૦ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪૧.૫ અને નીચામાં રૂ.૧૦૩૬.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૦૩૮.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૯૧૪૯ સોદાઓમાં કુલ રૂ.૩૫૧૯.૩૧ કરોડ ની કીમતનાં ૬૯૦૦.૦૦૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૦૦૩૯ સોદાઓમાં કુલ રૂ.૪૯૧૩.૫૫ કરોડ ની કીમતનાં ૭૫૧.૯૪૩ ટન, ક્રૂડ તેલમાં ૧૪૫૧૮ સોદાઓમાં રૂ.૭૫૫.૬૧ કરોડનાં ૨૩૪૩૭૦૦ બેરલ્સ, કોટનમાં ૧૫૨ સોદાઓમાં રૂ.૯.૧૧ કરોડનાં ૫૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૨૪૭ સોદાઓમાં રૂ.૧૩૪.૭૩ કરોડનાં ૧૭૯૩૦ ટન, મેન્થા તેલમાં ૪૬ સોદાઓમાં રૂ.૫.૬૦ કરોડનાં ૫૫.૦૮ ટન, કપાસમાં ૨૪ સોદાઓમાં રૂ.૪૯.૮૮ લાખનાં ૯૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૧૦૭૩.૬૦૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૭૪.૨૫૪ ટન, ક્રૂડ તેલમાં ૪૦૬૮ બેરલ્સ, કોટનમાં ૩૧૪૨૫ ગાંસડી, સીપીઓમાં ૭૭૧૪૦ ટન, મેન્થા તેલમાં ૧૬૮.૪૮ ટન અને કપાસમાં ૩૯૨ ટનના સ્તરે રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ.૫૫૨.૬૪ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૮.૩૯ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૪૯.૪૧ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૫૦.૫૯ ટકાનો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૫ અને નીચામાં રૂ.૨૬૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૦ અને નીચામાં રૂ.૩૭૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૨ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૨.૫ અને નીચામાં રૂ.૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩.૫ અને નીચામાં રૂ.૧૪૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૯ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સમાં રૂ.૫૧૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧.૫ અને નીચામાં રૂ.૧૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૩૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૭ અને નીચામાં રૂ.૧૩૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૪.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૪ અને નીચામાં રૂ.૧૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦.૩ બંધ રહ્યો હતો.

CPO-1.jpg

Admin

Naimish Trivedi

9909969099
Right Click Disabled!