ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની રેલીમાં કેટલાક સભ્યોને કોરોના રિપોર્ટ પોઝીટીવ

સૌરાષ્ટ્ર માં ભાજપના પ્રમુખ સી.આર પાટીલની રેલીમાં ગયેલા બે લોકો ને કોરોના પોઝીટીવ આવ્યા છે અને સુરેન્દ્રનગરના ભાજપના જિલ્લા મહામંત્રી જગદીશ મકવાણાને કોરોના પોઝીટીવ આવતા જિલ્લાના કાર્યકરોમાં ચિંતા નો વિષય બન્યો છે. ભાજપના પ્રમુખની લીંબડીની રેલીમાં ભાજપના અનેક મોટા નેતા હાજર હતા. તે સમયે જગદીશ મકવાણા પણ હાજર હતા. તેમના સ્વાગત સમયે બહુ બહોળી સંખ્યામાં લોકો તે સ્થળ પર હાજર હતા. તે લોકોની જવાબદારી મહામંત્રી જગદીશ મકવાણાના શિરે હતી.
જગદીશ મકવાણા ને કોરોના પોઝીટીવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવેલ હતા. તેમની તબિયત સારી હોવાનું જાણવા મળેલું છે. અને જિલ્લા પ્રમુખ દિલીપ પટેલ તેમની સાથે ત્રણ દિવસ સંપર્કમાં હતા એટલે તેમણે હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા છે. અને તેમના સંપર્કમાં આવેલ લોકો ને ઘર પર રહે અને જરૂર હોય તો ટેસ્ટ કરાવાની સલાહ આપી છે. ભાજપના યુવા નેતા ધારાસભ્ય હર્ષ સંઘવી ને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. અને તે પણ સી.આર પાટીલ સાથે સૌરાષ્ટ્ર ના પ્રવાસે સાથે હતા. અને ધારાસભ્ય હર્ષ સંઘવી ગરબે રમતા જોવા મળ્યા હતા.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)