ગાંધીનગર પેથાપુર કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટના મામલે વિરોધ શરૂ

ગાંધીનગર પેથાપુર કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટના મામલે વિરોધ શરૂ
Spread the love

મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને પેથાપુર નગરપાલિકાને પણ ભેળવી દેવામાં આવી છે ત્યારે કોર્પોરેશનને ડમ્પીંગ સાઈટ માટે પેથાપુરની સીમમાં ફાળવવામાં આવેલી જમીનનો વિવાદ ફરી શરૂ થયો છે. પેથાપુરના નગરજનોએ આ મામલે કોર્પોરેશનની પેથાપુર પાલિકાની જુની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. જો કે પોલીસનો મોટો ખડકલો અહીં કરી દેવાતાં ચીફ ઓફીસર અને આસી. મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપીને સંતોષ માનવામાં આવ્યો હતો. કોર્પોરેશન વિસ્તારમાં પેથાપુર નગરપાલિકા ભળ્યા બાદ ગ્રામજનોના કામો પણ ખોરંભે પડયા હોવાની રજુઆત પણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન ડમ્પીંગ સાઈટનો રહયો છે.

ડમ્પીંગ સાઈટના અભાવે કોર્પોરેશન દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ માર ખાઈ રહયું છે ત્યારે હંગામી ડમ્પીંગ સાઈટ ઉપર સતત કચરો વધી રહેવાના કારણે ટ્રોમીલ લગાડીને તેના નિકાલનું આયોજન થઈ રહયું છે. ત્યારે રાજય સરકારે ત્રણ વર્ષ અગાઉ પેથાપુર ગામની સીમમાં જીઈબીના પાછળના ભાગે કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટ માટે જમીન ફાળવી હતી. જયાં વૈજ્ઞાનિક ઢબે કચરો નિકાલ થાય તે માટે સાઈટ બનાવવાનું નક્કી થયું હતું. જો કે પેથાપુર પાલિકા સહિત ગ્રામજનોએ આ ડમ્પીંગ સાઈટનો વિરોધ નોંધાવ્યો હતો અને અહીં કોઈપણ સંજોગોમાં ડમ્પીંગ સાઈટ નહીં ઉભી થવા દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આવી સ્થિતિમાં કોર્પોરેશને કલોલમાં સાઈન્ટીફીક લેન્ડસાઈડ ઉભી કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અહીં જગ્યા નાની પડતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. જેના પગલે પેથાપુરમાં સાઈન્ટીફીક રીતે કચરા નિકાલની વ્યવસ્થા ગોઠવીને સાઈટ ઉભી કરવાનું ફરીવાર વિચારવામાં આવ્યું હતું. જેને લઈ ફરીથી વિવાદ શરૂ થયો છે. પેથાપુર પાલિકા હવે સ્વતંત્ર રહી નથી, પેથાપુરનો સમગ્ર વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયો છે ત્યારે કેટલાક નગરજનો દ્વારા ડમ્પીંગ સાઈટના વિરોધ અને પેથાપુરના કામો અટકી ગયા હોવાની રજુઆત સાથે પાલિકાની જુની કચેરી અને હાલની વોર્ડ કચેરીને તાળાં મારવાનું નકકી કર્યું હતું. જેના પગલે કચેરી બહાર મોટો પોલીસ ખડકલો કરી દેવાતાં ચારથી પાંચ જેટલા આગેવાનો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા.

0.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!