કડાણા પાવર હાઉસ અને ગેટમાંથી 4.50 લાખ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે

કડાણા જળાશય સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ,તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ સવારે ૮ -૦૦ વાગે નું લેવલ ૪૧૬.૧૦ નું લેવલ તથા આવક ૯૦૪૬૯ કયુસેક છે. ઉપરાંત મહી સાગર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં વધુ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીની જાવક વધુમાં રાજસ્થાનના મહી બજાજ સાગર ડેમના સ્ત્રાવ વિસ્તારના સ્ત્રાવ વિસ્તાર વધુ વરસાદ કારણે પાણીની ૩,૩૧,૨૮૨ કયુસેક થી વધારે પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા જળાશયમાંથી ૮.૦૦ વાગ્યાથી પાવર હાઉસ તથા ગેટ માંથી જે ૨,૦૦,૦૦૦ /કયુસેક પાણી છોડવામાં આવી રહેલ છે તેને વધારીને પાણીની આવક ઘ્યાને લઈ તા.૩૦/૮/૨૦૨૦ ના સવારે ૧૦.૦૦ વાગ્યેથી ૪,૫૦,૦૦૦.કયુસેક કે તેથી વધુ પાણી મહી નદીમાં હાઇડ્રો પાવર હાઉસ તથા ગેટમાંથી છોડવાનું આયોજન કરેલ છે તે મુજબ પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે કડાણા તાલુકાનો ગોડિયાર બ્રિજ,લુણાવાડા તાલુકાનો હાડોડ બ્રિજ ,મલેકપુર પાસે આવેલ તાત્રોલી બ્રિજ ડુબાણમાં જશે એમ સબ ફોકલ અધિકારીશ્રી અને કાર્યપાલક ઈજનેર કડાણા વિભાગ ન.૧ ,દીવડા કોલોની દવારા જણાવાયું છે. આજરોજ સવારે ૧૦ કલાકેથી કડાણા ડેમમાંથી ૪.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી આણંદ જિલ્લાના મહીકાંઠા વિસ્તારના ગામોના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદી કાંઠા સુધી નહીં જવા અને પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઇ જવા અથવા સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે. આણંદ જિલ્લામાંના મહી નદી કાંઠા વિસ્તારના ગામોની જનતાને નદી કિનારે કે નદીમાં નહીં જવા પણ તાકીદ કરવામાં આવી છે,ભારે વરસાદના પગલે અગાઉથી જ આણંદ,બોરસદ ,અને ઉમરેઠ ,અને આંકલાવના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી સહીત ગ્રામ્ય વિસ્તારમાં ના સ્થાનિક તલાટી મંત્રીશ્રી ને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરેલ છે અને તે મુજબ નદી કાંઠા વિસ્તારના ગામો માટે વ્યવસ્થા પણ કરેલ છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)