અમદાવાદમાં દીકરીઓના કરોડો રૂપિયા ઓરવી જવાનું સુકન્યા સમૃદ્ધિ યોજના કૌભાંડ

- દિનેશ ચૌહાણે 700 લોકોના ફોર્મ ભરાવીને નાણાં લીધાનો આક્ષેસુકન્યા સમૃદ્ધિ યોજના
દીકરીઓ માટે સરકારની સૌથી લોકપ્રિય યોજનામાં અમદાવાદમાં કરોડોનું કૌભાંડ થઈ ગયું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલચુઓએ હાટડી ખોલી હતી. અને બાદમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે આરોપી દિનેશ ચૌહાણે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. દીકરાઓ માટે 60 હજાર રૂપિયા આપવાની જાહેરાત આપીને દિનેશે અનેક લોકોને ઠગ્યા.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બેંક સિવાય અન્ય કોઈ જગ્યાએ રોકાણ ન કરવું
યોજનાના પૈસા તેમના ખાતામાં આવે તો 15 હજાર આપવાની દિનેશે વાત કરી હતી. આમ લોકોને ફોર્મ ભરાવવા માટે લોકોને લાલચ આપતો હતો. આ રીતે દિનેશે 700 લોકોના ફોર્મ ભરાવીને નાણા લીધા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે નિકોલ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. જોકે પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોંધતા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અમારી ની લોકોને અપીલ છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બેંક સિવાય અન્ય કોઈ જગ્યાએ રોકાણ ન કરવું.
બેંકો સિવાય સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ ન કરવા માટે લોકોને અમારી ની સલાહ છે. નિકોલ પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોંધતા આશ્ચર્ય થઈ રહ્યુ છે.દીકરીઓ વિશે સરકારની સૌથી લોકપ્રિય યોજનામાં અમદાવાદમાં કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલચુઓએ હાટડી ખોલી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે ચિટિંગમાં અમદાવાદીઓના કરોડો રૂપિયા ફસાયા છે.
- અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલચુઓએ હાટડી ખોલી હતી
- દીકરીઓ વિશે સરકારની સૌથી લોકપ્રિય યોજનામાં અમદાવાદમાં કૌભાંડ
અમદાવાદની નિકોલ પોલીસે દિનેશ ચૌહાણ નામના વ્યક્તિની અટકાયત કરી છે. દીકરીઓ માટે 60 હજાર રૂપિયા આપવાની જાહેરાતની ખોટી માહિતી આપી છે. યોજનાના પૈસા તેમના ખાતામાં આવે તો 15 હજાર આપવાની વાત કરતો હતો. અમદાવાદના લોકોને ફોર્મ ભરવા માટે દિનેશ ચૌહાણ લાલચ આપતો હતો.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)