નર્મદામાં શરીર પર દારૂની બોટલો બાંધીને બુટલેગરની દારૂની હેરાફેરી

નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સઘન વોચ રાખી રહી છે. નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCBએ અનોખી રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ બુટલેગર પોતાના શરીર પર દારૂની બોટલો લગાડી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)