વિલાયત GIDC ક્લરટેક્ષ કંપનીમાંથી ચોરાયેલ કેબલનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

વિલાયત GIDC ક્લરટેક્ષ કંપનીમાંથી ચોરાયેલ કેબલનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
Spread the love

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓ દ્વારા જીલ્લામાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા ગુનાઓ બનતા અટકાવવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન. ઝાલા એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી. ની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી.

દરમ્યાન એલ.સી.બી ટીમને મળેલ બાતમી આધારે રહાડપોર ગામે આશિયાના પાર્ક સોસાયટી માંથી ચાર આરોપીઓને વિલાયત GIDC માં આવેલ કલરટેક્ષ કંપનીમાંથી ચોરી કરી ઇન્ડીગો ફોરવ્હીલ ગાડીમાં ભરી લાવેલ કોપર તથા ધાતુના કેબલ વાયરના ટુકડા કુલ ૨૬૦ કિ.ગ્રા કિં રૂ .૭૮૦૦૦ / – ફોર વ્હીલ ગાડી સહીત કુલ મુદ્દામાલ કિં રૂ ૨,૩૮,૦૦૦ / – નો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે . અને વાગરા પો.સ્ટે.જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે .

પકડાયેલ આરોપી

(૧) અનવરઅલી અકબરલી રાયની હાલ રહે . મકાન નં ૨૩ / ડી આશિયાનાપાર્ક રહાડપોર તા.જી ભરૂચ મુળ રહે. –  હાજીજ્યોત તા.મનકાપુર થાના – ખોડાળે જી.ગૌડા (ઉત્તરપ્રદેશ)

(૨) મહમંદ ઝુબેર અબ્દુલ સબુર પઠાણ હાલ રહેવાસી . રહાડપોર આશિયાના પાર્ક અનવરઅલીના ભંગારના ડેલામાં તા.જી.ભરૂચ મુળ રહે . રાનીપુર થાના ઇટીયાથોક જી.ગૌડા (ઉત્તરપ્રદેશ)

(૩) સારૂફ ઉર્ફે આસિફ અલી અહેમદ પઠાણ હાલ રહેવાસી – રહાડપોર આશિયાના પાર્ક અનવરઅલીના ભંગારના ડેલામાં તા.જી.ભરૂચ મુળ રહેવાસી નવરંગપુરા થાના – ઇટીયાથોક જી.ગૌડા (ઉત્તરપ્રદેશ)

(૪) તીલકરામ સુખઇ યાદવ હાલ રહેવાસી . રહાડપોર આશિયાના પાર્ક અનવરઅલીના ભંગારના ડેલામાં તા.જી.ભરૂચ મુળ રહેવાસી- ચૌખળા તા.ડુમરીયાગંજ થાના – ઇટવા જી.સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)

કબ્જે કરેલ મુદ્દામાલ

( ૧ ) કોપર તથા ધાતુના કેબલ વાયરના ટુકડા ૨૬૦ કિ.ગ્રા કિં રૂ .૭૮,૦૦૦/-
( ૨ ) ટાટા ઇન્ડીગો ગાડી નં GJ 16 AJ 4826 કિં રૂ .૧,૫૦,૦૦૦/-
( ૩ ) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ -૦૪ કિં ૧૦,૦૦૦/-
કુલ મુદામાલ ૨,૩૮,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ

પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ તથા હેડ.કોન્સ . ઇરફાન અબ્દુલ સમદ તથા સંજયદાન પરબતસંગ તથા પો.કો.કિશોરસિંહ વીરાભાઇ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .

પત્રકાર ઈરફાન શેખ (પંચમહાલ)

IMG-20200916-WA0007-1.jpg IMG-20200916-WA0006-0.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!