એબીવીપી થરાદ દ્વારા સરકારી વિજ્ઞાન કોલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલનું સ્વાગત

વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા ગત સોમવારના રોજ થરાદની સરકારી વિજ્ઞાન કોલેજના નવનિયુક્ત પ્રિન્સિપાલનું માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, થરાદની સરકારી વિજ્ઞાન કોલેજમાં કાયમી ધોરણે થોડા દિવસ પહેલા નવનિયુક્ત પ્રિન્સિપાલ તરીકે ડૉ. જગદીશભાઈ પ્રજાપતિની નિમણૂંક થતાં સરકારની ગાઇડલાઇનને અનુસરીને ગત સોમવારે એબીવીપી થરાદ શાખા દ્વારા સાલ ઓઢાડી માનભેર સ્વાગત કર્યું હતું.
એબીવીપી દ્વારા પ્રિન્સીપાલ ડૉ. જગદીશભાઈ પ્રજાપતિને સત્કાર સ્વાગત કરી કોલેજના વિકાસની સાથે સાથે વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ન રહે તે અંગે ચર્ચા કરી હતી, જેમાં એબીવીપી થરાદના નગરમંત્રી વર્ષિલભાઈ ઓઝા, નગર સહમંત્રી દેવશીભાઈ ચૌધરી, નગર કેમ્પસ પ્રમુખ ભવાનસિંહ સોઢા, નગર કાર્યાલય મંત્રી અરવિંદભાઈ પુરોહિત સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રિન્સિપાલનું માનભેર સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ