યુવાધનના રક્ષણ માટે “દારૂ-જુગાર-ડ્રગ્સના અડ્ડા બંધ કરો”ની પોકાર લગાવતા કોંગ્રેસ ધારાસભ્ય ગ્યસુદીન શેખ

- શ્રેય હોસ્પિટલના બનાવની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે.
- ખરડાયેલ છબી હોય કે ગુનાહિત ઈતિહાસ હોય ભાજપના “સ્વચ્છતા અભિયાન”માં સામેલ થઈ જાવ તો શ્રેય હોસ્પિટલના સંચાલકોની જેમ રાહત મળી જશે.
- કોરોનાની મહામારીના સમયમાં નકલી દવાઓનો ધંધો કરનાર લોકોને સજા નહીં, એન્કાઉન્ટર થવું જોઈએ.
- પોલીસ તંત્રની જાણ બહાર કે હપ્તા વગર કોઈપણ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિ ચાલતી નથી.
- ગુનાહિત ઈતિહાસ ધરાવતા પોલીસના દલાલો અને વહીવટદારોને શાંતિ સમિતિમાં સ્થાન અપાય છે.
- અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટો પરથી પોલીસ તંત્ર લાખો રુપિયાના હપ્તા ઉઘરાવે છે.
- ડ્રગ્સ માફીયાઓ તથા વ્યાજખોરોને જામીન ન મળે તેમજ કડકમાં કડક સજા થાય.
- કાયદાનો અમલ ચુસ્ત કરાવે તો રોજ નવા કાયદા લાવવાની જરૂર જ ન પડે. – ગ્યાસુદ્દીન શેખ
ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત (સુધારા) વિધેયક રજૂ થયું હતું, તેની ચર્ચામાં ભાગ લેતા દરીયાપુરના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત અધિનિયમ-૧૯૮૫(પાસા એક્ટ)માં સુધારો કરવા જઈ રહી છે. આ કાયદામાં સુધારો કરવા પાછળના કારણોમાં સરકાર ચાર મુખ્ય સુધારા સૂચવી રહી છે, જેમાં (૧) નાણાં ધીરનાર કે વ્યાજ વસૂલીનો ગેરકાયદે વ્યવસાય કરનાર ઈસમો સામે, (૨) જુગારના અડ્ડાના સંચાલકો સામે, (૩) જાતીય સતામણીના ગંભીર અપરાધ સામે અને (૪) સાઈબર ક્રાઈમ સામે સરકાર પાસા એક્ટનો ઉપયોગ કરવા માંગે છે. જે માટે આ અપરાધ સામે સરકાર આ કાયદાનો ઉપયોગ કરવા સુધારા વિધેયક લાવી રહી છે પણ સામાન્ય મધ્યમવર્ગ જેનાથી પીસાઈ રહ્યો છે તેની વેદનાની વાત સરકાર ભૂલી ગઈ છે.
શ્રી શેખે જણાવ્યું હતું કે, તક્ષશિલા બિલ્ડીંગ, સુરત ખાતે ચાલતા ટયુશન ક્લાસમાં આગ લાગતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી, તેઓ આજદિન સુધી જામીન મેળવી શક્યા નથી, પરંતુ શ્રેય હોસ્પિટલ, નવરંગપુરા ખાતે આગના બનાવમાં ૯ નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા, પરંતુ બીજા જ દિવસે હોસ્પિટલ સંચાલકના જામીન થઈ ગયા. ભાજપ સ્વચ્છતા અભિયાન ચલાવે છે, તેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ શ્રેય હોસ્પિટલના સંચાલકોનો ભાજપ દ્વારા બચાવ કરવામાં આવે છે. હવે તો જનતામાં પણ વાત થવા લાગી છે કે, ખરડાયેલ છબી હોય કે ગુનાહિત ઈતિહાસ હોય ભાજપના સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈ જાવ તો શ્રેય હોસ્પિટલના સંચાલકોની જેમ રાહત મળી જશે. શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં સીબીઆઈ દ્વારા તટસ્થ તપાસ કરાવવામાં આવે અને દોષિતો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી શ્રી શેખે કરી હતી.
કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં આજે મંદી, મોંઘવારી, બેરોજગારી કાબુ બહાર થઈ ગયા છે. લોકોને ખાવાના સાંસા પડી રહયા છે. પહેલાં કોઈ નિયમના ભંગ બદલ ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ૨૦ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી, આજે ૨૦ રૂપિયાના બદલે ૨૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયમાં નકલી દવાઓ પકડાઈ છે, જે સહુ માટે ખૂબ જ શરમજનક અને માનવતાને લાંછન લગાડનાર કિસ્સો છે. આવા લોકોને સજા નહીં પરંતુ તેમનું એન્કાઉન્ટર કરવું જોઈએ તેવી લાગણી પણ શ્રી શેખે વ્યક્ત કરી હતી.
આજે રાજ્યમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. આપણો દુશ્મન દેશ પાકિસ્તાન ભારત સાથે સીધી રીતે લડી શકે તેમ નથી ત્યારે પ્રોક્સી વોર કરીને જે રીતે ડ્રગ્સ ઘુસાડીને પંજાબને ‘ઉડતા પંજાબ’ બનાવી દીધું છે તેવી રીતે ગુજરાતને પણ ‘ઉડતા ગુજરાત’ બનાવવા પ્રયત્નો થઈ રહયા છે. ડ્રગ્સ માફીયાઓને જામીન ન મળે તેમજ કડકમાં કડક સજા થાય તેવી માંગણી શ્રી શેખે કરી હતી.
અમદાવાદમાં એક સમયે શાંતિ સમિતિમાં સમાજના પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સ્થાન ધરાવતા હતા, હવે તો ગુનાહિત ઈતિહાસ ધરાવતા પોલીસના દલાલો અને વહીવટદારોને શાંતિ સમિતિમાં સ્થાન અપાય છે. આજે અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટો પરથી પણ પોલીસ તંત્ર લાખો રુપિયાના હપ્તા ઉઘરાવે છે. સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રની જાણ બહાર કે હપ્તા વગર કોઈપણ પ્રકારની અસામાજીક પ્રવૃત્તિ ચાલતી નથી ત્યારે અસામાજીક પ્રવૃત્તિઓ કરનાર સામે પાસાનો અમલ કરવામાં આવે છે ત્યારે પોલીસ તંત્રની રહેમનજર હેઠળ ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ અંગે જવાબદારી નક્કી કરી તેમની સામે પણ પાસા કરવાની જોગવાઈ કરવામાં આવશે કે કેમ ? તેવો વેધક પ્રશ્ન શ્રી શેખે કર્યો હતો.
શ્રી શેખે જણાવ્યું હતું કે, વ્યાજ વટાવના ધંધામાં હવે માત્ર વ્યક્તિઓ નહીં પણ કંપનીઓ આવી ગઈ છે. સરકાર આવી ફાઇનાન્સ કંપનીઓ પહેલાં સત્તાવાર લાયસન્સ મેળવે છે, પછી ઉઘરાણી માટે ગુંડા રાખે છે, આ કંપનીઓ સામે સરકાર કેવી રીતે અને શું કાર્યવાહી કરશે એનો ફોડ પાડતી નથી. એક ફાયનાન્સ કંપની સરકારના નિયમો મુજબ સત્તાવાર લાયસન્સ લે છે, પછી લોકોને લોન કે નાણાં ધીરે છે, પછી પૈસા લેનાર સામાન્ય વ્યક્તિ જો હપ્તા ન ભરે તો રિકવરી માટે એજન્ટોને કામ સોંપે