અતિ જટિલ સર્જરી સૌ પ્રથમવાર ચિલોડા ખુશી હોસ્પિટલ ખાતે

અતિ જટિલ સર્જરી સૌ પ્રથમવાર ચિલોડા ખુશી હોસ્પિટલ ખાતે
Spread the love

બાળકના જન્મની ખુશી ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે મા-બાપે જાણ્યું કે તેની કરોડરજ્જુમાં મોટી ગાંઠ છે. બાળકને MRI કર્યા પછી ઓપરેશન કરવાની જરૂર જણાઈ, માત્ર 14 દિવસના બાળકને જો આ સર્જરી ન કરાય તો પેરાલીસીસ થવાની અને ગાંઠમાં પાક થાય તો મગજના સોજાથી મૃત્યુ થવાની શક્યતા હોય છે. ડૉ. અનીઝ રતાણી (બાળકોના સર્જન) આ જટિલ સર્જરી કરવાની અને બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી.

તેઓ બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદ સિવિલમાં આવી સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઓપરેશન માટે એનેસ્થેટીસ્ટ ડૉ. માનસી અને સારવાર માટે બાળકોના ડૉક્ટર નાણાવટી સાહેબે ખુબ મહેનત કરી, આ બાળક સ્વસ્થ થયુ અને તેને ઘરે રજા આપી દેવામાં આવી છે. બાળકના મા-બાપ અને કુટુંબીજનો આ ઓપરેશનથી ખુબ જ ખુશ છે…

Admin

Admin

9909969099
Right Click Disabled!