સુરત : કચરાની ગાડીમાં મજૂરોને ઘેટા-બકરાંની જેમ ભરી લઈ જવાતા હતા…!

એક જાગૃત નાગરિકને આ દૃશ્યો જોઈને પીડા અનુભવાઈ અને તેણે ગાડી દોડાવી અને આ જઘન્ય ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો. સુરત મનપા કોન્ટ્રાકટર ચાલતી કચરાની ગાડી નો ફોટા વાઇરલ થતા વિવાદ થયો છે જોકે આ ગાડીમાં કચરો નહીં પણ મજૂરોને એક જગીયા પરથી બીજી જગ્યાએ લઈ જતા હતા તયારે જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાકટર પર ગાડી રાખવામાં આવી છે.
જોકે આ ગાડીઓઓનો થોડા દિવસ થાય ને વિવાદિત વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં આ ગાડીમાં કચરામાં વજન વધારવા માટે પાણી નહીં નખતા પણ આ ગાડીમાં સવાર થઈને મજૂરો લઈ જવામાં આવતા હતા. જોકે વરાછા રોડ પર આવેલ બોમ્બ માર્કેટ નજીક કામ કરતા મજૂરોને બેસાડી મનપાની આ કચરા ગાડી વરાછા મીની બજર થઈને કતારગામ ખાતે લઈ જવામાં આવતા હતા.
ઈરફાન શેખ (પંચમહાલ)