સલાયા પાલિકા સભામાંથી શહેર ભાજપ પ્રમુખને બહાર કઢાયા

Spread the love
  • વોર્ડ નં.૧ના ભાજપના મહિલા સભ્યના પતિ સભામાં આવતા વિરોધ

સલાયા નગરપાલિકા જનરલ બોર્ડ ગુરૂવારે સવારે પાલિકાના સભાખંડમાં મળી હતી. જનરલ બોર્ડમાં વૉર્ડ નંબર ૧ના ભાજપના મહિલા સભ્યના પતિદેવ (શહેર ભાજપ પ્રમુખ) બિરાજમાન થયા ભાજપના જ સદસ્યએ વિરોધ ઉઠાવતા સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જનરલ બોર્ડમાં ૨૨ જેટલા મુદ્દાઓને સહમતીથી પસાર કરવામાં આવ્યા હતા.

સલાયા નગરપાલિકા જનરલ બોર્ડ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે પાલિકાના કોન્ફરન્સ હોલમાં મળી હતી. જનરલ બોર્ડ પૂર્વે જ સવારે ૧૦ વાગ્યે નગરપાલિકાના ચીફ ઓફિસર શેખની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સભાનું સંચાલન હેડ ક્લાર્ક દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ શાસિત સલાયા નગરપાલિકા સભામાં નગરપાલિકાના કુલ ૨૮ સદસ્યો છે. જેમાંથી હાલ અલગ અલગ કારણોસર ૬ બેઠકો હાલ ખાલી પડી છે. બાકીના ૨૨ સભ્યોમાંથી ૨૧ સદસ્યો સભામાં હાજર રહ્યા હતા.

જ્યારે એક સભ્યએ રજા રિપોર્ટ મુક્યો હતો. જનરલ બોર્ડમાં પાલિકા વિસ્તારના વોર્ડના સદસ્ય અને પાલિકા ચીફ ઓફિસરને જ ઉપસ્થિત રહેવાનું હોય છે. છતા પણ જનરલ બોર્ડમાં વોર્ડ નં.૧ના ભાજપના મહિલા સભ્યના પતિદેવ અરવિંદભાઈ ભટ્ટ (શહેર ભાજપ પ્રમુખ) પોતાના પતિ સાથે જ બેઠકમાં હાજર રહેતા ભાજપના જ સદસ્ય ભરત લાલ દ્વારા વિરોધ ઉઠાવ્યો હતો. પરિણામે શહેર ભાજપ પ્રમુખને બેઠકમાંથી બહાર જવાની ફરજ પડી હતી. બેઠકમાં ૨૨ કેટલાક મુદ્દાને સહમતીથી પસાર કરવામાં આવ્યા હતા.

ચાર દિવસ પાલિકા કચેરી બંધ રહેશે સલાયા નગરપાલિકા ચીફ ઓફિસર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચાર દિવસ સુધી પાલિકા કચેરી બંધ રહેશે. તમામ કર્મીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ પાલિકા કચેરીને સેનિટાઇઝ કરવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!