જામનગરમાં મકાનમાંથી દારૂની 75 બોટલ ઝડપાઇ

જામનગરમાં કડીયાવાડમાં કોર્ટ ફળો વિસ્તારમાં સીટી બી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૭૫ બોટલ સાથે મકાન ધારકો શખ્સ સકંજામાં લીધો હતો.
શહેરમાં સીટી બી પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી તે વેળા પોલીસ ટુકડીએ કડીયાવાડ વિસ્તારમાં કોટફળી પાસે વિશ્વકર્મા ચોકમાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમ દેવેન નિરંજનભાઇ વસાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા પોલીસે અંદર તલાશી લેતા ઇંગ્લીશ દારૂની ૭૫ બોટલ મળી આવી હતી.
આથી પોલીસે રૂ.૩૯,૭૫૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સના કોવિડ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી છે. તેના રિપોર્ટ બાદ તેની વિધિવત અટકાયત કરશે. પોલીસની આ માતબર દારૂ પ્રકરણની ઘનિષ્ઠ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
– રોહિત મેરાણી (જામનગર)