જામનગરમાં સ્ત્રીમિત્રને મળવા આવ્યો, માર ખાધો
- રાજકોટના યુવાને યુવતીના પિતા સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગરમાં મેહુલ સિનેમા પાછળ મયુર પાર્ક સોસાયટી વિસ્તારમાં સ્ત્રી મિત્રને મળવા આવેલા રાજકોટના યુવાનને યુવતીના પિતા અને મહિલા ગેસની નળી અને ધોકા વડે માર મારી ધમકી ઉચ્ચાર્યા ફરીયાદ પોલીસ મથકમાં નોંધાવી છે. રાજકોટમાં અર્ટીકા ફાટક પાસે આહિર ચોક નજીક શ્યામ હોલ સામેના વિસ્તારમાં રહેતા ચેતન વ્રજલાલ કક્કડ નામના યુવાન તેની જામનગરમાં મેહુલ સિનેમેક્સ પાછળ મયુર પાર્ક વિસ્તારમાં રહેતી સ્ત્રી મિત્રને મળવા માટે પહોચ્યો હતો.
જે દરમિયાન સ્ત્રી મિત્રના પિતા સહિત પરિવારને કોઇ રીતે જાણ હોવાથી તેઓ તાકીદે ઘરે પહોંચી ગયા હતા. જયાં યુવાનને ગેસની નળી અને કપડા ધોવાનો ધોકા વડે માર માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. જેમાં આ યુવાનને ઇજા પહોંચતા તાકીદે સારવાર અર્થે હોસ્પિટલમાં પહોચ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સીટી સી પોલીસનો સંપર્ક સાધીને સ્ત્રી મિત્રના પિતા અને મહિલા સામે ફરીયાદ નોંધાવતા ગુનો નોંધ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)