જામનગરમાં તાપમાન સ્થિર, બાફ યથાવત

જામનગર શહેરમાં ગત સપ્તાહથી મહદઅંશે મિશ્ર ઋતુના માહોલ વચ્ચે ગુરુવારે મહત્તમ તાપમાન સ્થિર રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા વચ્ચે ભેજનું પ્રમાણ હજુ પણ ૮૭ ટકા રહેતા ખાસ કરીને બપોરના સુમારે શહેરીજનો અસહ્ય ઉકળાટ સાથે બફારાનો અહેસાસ કર્યો હતો. જામનગરમાં ચારેક દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થતા પારો ૨૪ ડિગ્રીએ પહોચ્યો હતો. શહેરમાં મિશ્ર ઋતુના માહોલ વચ્ચે પણ ઉનાળા જેવો બફારો જોવા મળી રહ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)