જહાં ચાહ વહાં રાહ, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારિશી સમાજ, ડોમ્બિવલી દ્વારા ફરીથી એક વાર 30 ગ્રોસરી કીટનું વિતરણ
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારિશી સમાજ,ડોમ્બિવલી દ્વારા ફરી થી એક વાર 30 ગ્રોસરી કીટ નું વિતરણ સમાજ ના હોદેદારો તથા ચિમનલાલ શિવશંકર .ઠાકર,બાંખોર/ડોમ્બિવલી ના અથાગ પ્રયત્ન થી આજરોજ સાકાર થયું છેઃ ડોમ્બિવલી માં વસતા આપણા સમાજના અતિજરૂરિયાત વાળા ભાઈઓ ને આ મહામારી માં અધિક મહિના માં મદદ રૂપ થઈ એક સમાજ પ્રત્યે ની માનવતા નો દાખલો પૂરો પાડ્યો છેઃ કમિટી ના દરેક ભાઈ ના સાથ,સહકાર તથા સમજણ શક્તિ થી જ આવાં લોકસેવા નાં કાર્યો પરિપૂર્ણ થાય છે,શ્રી ચિમનલાલ ઠાકર અને નીચે મુજબ ના દાતાઓ નો TMBB સમાજ,ડોમ્બિવલી ખૂબ ખૂબ આભાર માને છે અને તેમની સમાજ પ્રત્યે ની ભાવના ની હાર્દિક કદર કરે છેઃ
દાતાઓ માં ૧, ચિમનલાલ શિવશંકર ઠાકર. બાંખોર/ ડોમ્બિવલી, ૨.અ. સૌ. સ્વ.પ્રવીણાબેન ના સ્મરણાર્થે હ.શ્રી ભરતભાઈ જયંતીલાલ જોશી. બામણા/ઘાટકોપર, ૩.સ્વ.જીવણલાલ ત્રિકમલાલ પંડ્યા ના સ્મરણાર્થે હ.યશવંતભાઈ પંડ્યા. બાંખોર/ભાંડુંપ, ૪.શ્રી ડાહ્યાલાલ મણિલાલ ઉપાધ્યાય,હ.સમીરભાઈ ઉપાધ્યાય. બાંખોર/મુલુન્ડ, ૫.શ્રી ચંદ્રકાંતભાઈ નાથાલાલ જોશી. બામણા/ડોમ્બિવલી. ઉપરોક્ત પાંચેય દાતાઓ નો કમિટી ફરી ખૂબ ખૂબ આભાર માને છે અને અભિવાદન કરે છે ડોમ્બિવલી TMBB કારોબારી ના તમામ હોદ્દેદારો પ્રમુખ શ્રી ભાલચંદ્ર કાંતિલાલ પંડ્યા, ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ વ્યાસ, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ વાસુદેવ પંડ્યા, ખજાનચીશ્રી દિલીપભાઈ ઉપાધ્યાય,સભ્યશ્રીઓ કનકભાઈ બાબુલાલ પંડ્યા કુમુદચંદ્ર કાંતિલાલ પંડ્યા, જગદીશભાઈ કડુરામ ઉપાધ્યાય સહિત સમાજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
કુશલગઢ અરુણ જોશી (બામણા સાબરકાંઠા)