તાલુકા મથક માંગરોળ ખાતે કપિરાજનો આતંક : એક જ દિવસમાં ત્રણને નિશાન બનાવ્યા

છેલ્લા કેટલાક દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે ચાર જેટલાં કપિરાજો પ્રજાજનોને હેરાન કરી રહ્યા છે.મકાનોમાં ઘુસી જઈ ખાવાની જે ચીજ હાથમાં આવે એ લઈને ફરાર થઈ જાય છે.એનો પ્રતિકાર જો કોઈ કરે તો કપિરાજ સામે થઈ જાય છે.પરંતુ બે દિવસથી આ કપિરાજો હવે માનવીઓ ઉપર હુમલો કરવાનું શરૂ કરતાં પ્રજાજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. આજે આ કપિરાજોએ એકીસાથે ત્રણ શખ્સો ઉપર હુમલો કરતા આ ત્રણે ત્રણ શખ્સો ને લોહી લોહાણા કરી દીધા છે.જેમાં માંગરોળના બોબત ફળિયામાં એક જ પરિવારના પિતા-પુત્ર ઉપર હુમલો કરી, બચકા ભરી લોહીલોહાણ કર્યા છે.
જ્યારે કે આઈ મદરેસા ટ્રેસ્ટના વોચમેન ઉપર હુમલો કરી એને પણ લોહીલુહાણ કરી દેતા આ તમામે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવી પડી છે.આ પ્રશ્ને ગામના સરપંચ નિકેશકુમાર વસાવા એ વન વિભાગની કચેરીને જાણ કરતાં વનવિભાગની ટીમ લહર સાથે માંગરોળ આવી પોહચી હતી અને બે કલાકની મહેનતબાદ ગાયત્રી મંદિરનાં પાછળના ભાગેથી એક કપિરાજ ને પાંજરે પુરી સલામત સ્થળે છોડવા માટે લઈ જવામાં આવ્યો છે.હજુ ત્રણ કપિરાજો ગામમાં છે.એને પાંજરે પુરવા સોમવારે વન વિભાગની ટીમ ફરી પાંજરૂ લઈને આવનાર છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)