જોટાણાના મેમદપુર માં 5 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો

જોટાણાના મેમદપુર માં 5 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો
Spread the love
  • મહિલાના આડાસબંધો માં માસૂમ પુત્ર ની કરપીણ હત્યા

મેમદપુર થી બાલસાસણ જવાના રસ્તા ઉપર રોડ થી 10 મીટર ના અંતરમાં ઝાડીઓમાં ગામના લલિતજી શકરાજી ઠાકોરના પાંચ વર્ષના માસૂમ પુત્ર જગદીશ ની કરપીણ હત્યા કરાયેલ લાશ સાંજના આઠ વાગ્યાના સુમારે મળી હતી જેની માહિતી મળતા સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં માસૂમ બાળકની લાશ મળવાની ઘટના માં નવો વળાંક સામે આવ્યો હતો. જગદીશ ઠાકોરનું અજાણ્યા ઈસમો ઇકો ગાડીમાં અપહરણ કરી લઈ જતા જોયેલા હોવાનું તેમજ બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા જતા પોતાને પણ માર માર્યો હોવાનો દાવો કરી રહેલા ગામના ઠાકોર યુવક પર પોલીસ ને શંકા જતા તેની કડક પણે ઉલટ તપાસ કરતા યુવક ભાંગી પડ્યો હતો અને તેણે માસૂમ ને ખેતરમાં લઈ જઈ તેની હત્યા કરી દીધી હોવાનું કબૂલી લીધું હતું.

મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા લલિતજી ઠાકોર ની પત્નીને મહોલ્લામાં રહેતા ઠાકોર સંજયજી ગોપાળજી ઠાકોર સાથે છેલ્લા દોઢેક વર્ષથી લગ્નેતર સંબંધો હતા.મૃતક બાળક જગદીશ ઠાકોર આરોપી સંજયજી ઠાકોર અને તેની માતાને ખેતરમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો જેથી આરોપીએ મૃતક કોઈને જાણ ના કરે તેના માટે શનિવાર સાંજે આશરે સાત વાગ્યાના સુમારે લાલચ આપી બાલસાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપર જોગણી માતાના મંદિર પાછળ એરાવાળા આંટામાં વિષ્ણુજી ઠાકોરના ખેતરમાં લાવી મોઢા ઉપર તેમજ છાતી ઉપર લાત મારી ગળું દબાવી મારી નાખ્યો હતો.

મારી નાખ્યા બાદ આરોપીએ અજાણ્યા શખ્સો બાળકને ઉઠાવી લઈ જઈ મારીને નાખી દીધેલ હોવાની વાત ઉપજાવી કાઢી હતી પરંતુ પોલીસ ની દીર્ઘદ્રષ્ટિ થી આરોપીની ઉલટ તપાસમાં આરોપીએ ગુન્હો કબૂલી લીધો હતો.માતાના આડા સબંધો ની આડમાં માસૂમ પુત્ર ની હત્યાથી સમગ્ર ગામમાં માતા અને આરોપી ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે.પોલીસે મૃતક બાળકની લાશને પોસ્ટમોર્ટમ કરાવી પરીવારજનો ને સોંપી હતી.પોલીસે ઘટના સ્થળ ની તપાસ એફ.એસ.એલ.તેમજ ડોગ સ્કવોર્ડ ની મદદથી કરાવી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા માસુમે જીવ ગુમાવ્યો

માસુમ બાળકની માતાને વાસમાં રહેતા સંજયજી ઠાકોર જોડે પ્રેમ સબંધ હોઈ તેઓ શુક્રવારના રોજ ખેતરમાં કઢંગી હાલતમાં હતા ત્યારે માસુમ પુત્ર તેમને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો જેથી બાળક તેમનો ભાંડો ફોડી નાખશે તેવા ડરથી આરોપીએ બાળકને લાલચ આપી ખેતરમાં બોલાવી મોઢા તેમજ છાતી ઉપર પગથી લાત મારી ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

અજાણ્યા લોકો બાળકને ઉઠાવી જવાની થિયરી આરોપીના કામ ન લાગી

આરોપીએ માસુમ ને મોત ને ઘાટ ઉતારી મૃતકને અજાણ્યા લોકો ઇકો ગાડીમાં ઉઠાવી લઈ જઈ હત્યા કરી ફેંકી દીધા હોવાની થિયરી આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ઉપજાવી કાઢી હતી પરંતુ બાળકની લાશને રોડ થી 10 મીટર અંદર નાખી દીધેલ હોવાની તેમજ તેને માર માર્યો હોવા છતાં તેના શરીર ઉપર કોઈ ઇજાના નિશાન નહિ દેખાતા પોલીસે તેને સમજાવીને તેની ઉલટતપાસ કરતા આરોપીએ માસુમ બાળકની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી હતી.

IMG-20201004-WA0021.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!