કડીના નરસિંહપુરા ગામમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા,પોલીસે કરી પતિની અટકાયત

કડી તાલુકાના નરસિંહપુરા ગામમાં પરમારવાસમાં રહેતા આધેડે ઘરકંકાસથી કંટાળીને રવિવાર બપોરે પત્નીનું ગામના રામજી મંદિર ચોકમાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેતા ગામમાં અરેરાટી વ્યાપી ગયી હતી. નરસિંહપુરા ગામના પરમારવાસમાં રહેતા દેવશીભાઈ પરમારે ઘર કંકાસથી કંટાળીને પોતાની પત્ની કમુબેન પરમારની રવિવારે આશરે સાડા બાર વાગ્યાના સુમારે ગામના રામજી મંદિર ચોકમાં કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી.
મૃતક કમુબેન દેવશીભાઈ પરમાર ત્રણ બાળકોની માતા છે જેમાં એક પુત્ર ભારતીય સેનામાં ફરજ બજાવતો હોવાની માહિતી મળી છે.જીવનના મોટા ભાગના વર્ષો સાથે રહ્યા બાદ 60 વર્ષીય દેવશીભાઈ પરમારે પત્ની કમુબેન પરમારની ગામમાં જગ જાહેર કુહાડીના ઘા મારી હત્યા નિપજાવતા ગામમાં અરેરાટી વ્યાપી ગયી હતી.આરોપી દેવશી પરમારની કડી પોલીસે ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.