કોરોના વાયરસ / હોમ ક્વોરોન્ટાઇનનો કોઇ ભંગ કરે તો જવાબદાર નાગરિક 100 નંબર પર ફોન કરે : DGP શિવાનંદ ઝા

કોરોનાના કહેર વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ મહત્વનું નિવેદન આપ્યું છે. ખેતીના કામ માટે ખેતર જનારા ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રાખવાનું રહેશે. મહત્વનું છે કે, રવી પાકની લણણી માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કાપણી માટે હાર્વેસ્ટર, થ્રેશર, રીપર જેવા સાધનોની અવરજવર અને આવા સાધનોના માલિક, ડ્રાઈવર, મજૂરોને અવરજવરની છૂટ આપવામાં આવી છે.
- પોલીસ વડા શિવાનંદ ઝાનું સૂચન
- ખેતી કામ કરતા લોકો પણ કરે પાલન
- સોશિયલ ડિસ્ટન્સ જરૂરી
DGP શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યમાં ડ્રોન અને સર્વેલન્સના આધારે 14 ગુના નોંધવામાં આવ્યા છે. ગઈકાલે 14 લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 6131 વાહનોને ડિટેઈન કર્યા છે. જાહેરનામા ભંગ બદલ 680 ગુના દાખલ કરાયા છે.
હોમ ક્વોરોન્ટાઇનનો કોઈ ભંગ કરે તો 100 નંબર પર ફોન કરો
કોરોન્ટાઈનના ભંગમાં 418 ગુના દાખલ થયા છે, ગઈકાલે 1,089 ગુના દાખલ હતા. હોમ ક્વોરોન્ટાઇનનો લોકો ભંગ કરે તો 100 નંબર પર ફોન કરવા જવાબદાર નાગરિકને અપીલ કરાઇ છે. 2041 લોકોની અટકાયત કરાઈ છે, હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલાઓનું કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. કોરોન્ટાઈન કરેલા લોકોએ સ્થળ છોડ્યુ હોય તો ગુનો દાખલ કરવામાં આવશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)