તલોદ તાલુકાનો  ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ વલીયમપુરા મુકામે યોજાયો

તલોદ તાલુકાનો  ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમ વલીયમપુરા મુકામે યોજાયો
Spread the love
  • આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘેરબેઠાં મેળવી શકાશે

તલોદ તાલુકાના વલીયમપુરા મુકામે તલોદ-પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાનની અધ્યક્ષતામાં ડિજિટલ સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી શ્રી ગજેંદ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોએ કચેરીઓ સુધી લાંબા થવું ન પડે તે માટે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોની કુલ ૧૧૮ સેવાઓ ડિઝીટલ પોર્ટલનાં માધ્યમથી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના નાગરિકો સરકારી સેવાઓ જેવી કે, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ, સ્કોલરશીપ અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ જેવી અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ હવે ઘેરબેઠાં મેળવી શકશે.

“ડિઝીટલ ગુજરાત પોર્ટલ”ના માધ્યમથી છેવાડા અને અંતરીયાળ વિસ્તારમાં રહેતાં સામાન્ય નાગરિકો પણ સરકારી કચેરીઓમાં પ્રત્યક્ષ જવાને બદલે ઘરેબેઠાં ઓનલાઇન સેવાઓ મેળવી શકે છે. હાલમાં કોવિડ-૧૯ કોરોનાની વૈશ્વિક મહામારીની સ્થિતિમાં લોકો સુરક્ષિત રહે તેમજ બહાર જવાને બદલે આ પ્રકારની સેવાઓ ઓનલાઇન મેળવવાનું શરૂ કરે તે માટે રાજય સરકારની સેવાઓના લાભ મેળવવા માટે ડિઝીટલ ગુજરાત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમજ મહાનુભવોના હસ્તે ૧૫ જેટલી સરકારી સેવાઓના પ્રમાણપત્રો લાભાર્થીઓને વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતિ કમળાબેન પટેલ, અગ્રણીઓ, મામલતદારશ્રી અગરસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હર્ષદભાઇ પટેલ, તલોદ એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી કલ્પેશભાઇ પટેલ તેમજ ગ્રામજનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201008-WA0160-1.jpg IMG-20201008-WA0161-0.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!