લાઠીના ઠાંસા ગામે જીર્ણ સ્થિતિની પ્રાથમિક શાળાના નવીનીકરણ પ્રક્રિયા શરૂ જુના ઈમલાની જાહેર હરાજી

લાઠી તાલુકાના ઠાંસા ગામે અતિ જીર્ણ સ્થિતિની પ્રાથમિક શાળાના નવીનીકરણનો અંત ઘણા સમય થી જીર્ણ અવસ્થામાં રહેલ વિદ્યામંદિરનો જીર્ણોદ્ધાર ઇચ્છતા ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો લાઠી તાલુકાના કેળવણી નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ જુના ઈમલાની હરરાજી કરાય સ્થાનિક અગ્રણીશ્રીઓ સરપંચ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત લાઠી શિક્ષકશ્રીઓની ઉપસ્થિતિ માં જુના ઈમલાની જાહેર હરરાજી કરાય હતી.
ઘણા સમય થી જીર્ણ સ્થિતિ માં રહેલ ઠાંસા પ્રાથમિક શાળાના નવીનીકરણ ના પ્રયત્નો કરતા સ્થાનિક ગ્રામજનોની અવારનવાર શિક્ષણ વિભાગમાં શાળાના નવીનીકરણ ની માંગ સફળ થઈ. શાળાના નવીનીકરણ અંગે કોઈ ઝડપી ઉકેલ આવે તેવું ઠાંસા ગ્રામજનો ઈચ્છી રહ્યા હતા અંતે લાઠી તાલુકાના કેળવણી નિરીક્ષક અને શિક્ષણ વિભાગના તંત્ર તરફ હકારાત્મક વલણ થી શાળાના જુના ઈમલાની જાહેર હરાજી યોજાય હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા