રાજકોટ : પૂર્વ રાજવી સ્વ. મનોહરસિંહ જાડેજાની બીજી પૂણ્યતિથિએ સંત ભોજન

રાજકોટ શહેર સ્વ.ઠાકોર સાહેબ શ્રી.મનોહરસિંહજી જાડેજાના જીવનમાંથી નવી પેઢીએ, યુવાન મિત્રોએ જે પ્રેરણા લેવાની છે. તે આ છે કે પોતે કોઇ પણ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હોય. સોશિયલ સ્ટેટસ કંઇ પણ હોય, પોતાના ક્ષેત્રમાં આગળ હોય છતાં માતા-પિતાની સેવા અને આદર એ પ્રથમ કર્તવ્ય છે. મનોહરસિંહજી જાડેજા એક પુજા વાત્સલ્ય રાજા હતા. પ્રજાનાં સુખે સુખી અને લોકોના દુ:ખે દુખી તેવું તેમનું વ્યકિત્વ અને સ્વભાવ હતા.
રાજવી હોવા ઉપરાંત તેઓ રાજનેતા, રાજમંત્રી, શ્રેષ્ઠ ક્રિકેટર, બેસ્ટ પાર્લામેન્ટરીયન, કવિ, લેખક, વાચકુ, સાહિત્યરસિક એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. રાજ પરિવાર, વર્તમાન ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા, યુવરાજશ્રી.જયદિપસિંહ જાડેજા અને અન્ય પરિવારજનો તો એમનું સ્મરણ કોઇ વિશેષ દિવસ વગર પણ કરે. અગત્યનું એ છે કે અવસાન પછીના બે વર્ષે પણ લોકો ભૂલ્યા નથી. સ્વ.મનોહરસિંહજી જાડેજા લોકશાહી વ્યવસ્થામાં સરકારમાં મંત્રી પણ રહ્યા હોવા છતાં તેઓ સામાન્ય માણસની સાથે એની ભાષામાં વાત કરી શકતા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)