કડી કરણનગર કેનાલમાં ગાડી ખાબકતા 5 લોકો ડૂબ્યા : 1 યુવતીનો બચાવ

કડી ના કરણનગર ગામ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર સોમવારના રોજ ફરવા આવેલા પાંચ યુવક યુવતી સાથે ગાડી કેનાલમાં ખાબકતા પાંચેય લોકો નર્મદા કેનાલમાં ડૂબ્યા હતા જેમાં ત્યાંથી પસાર થતા ખેડૂતની નજર ડૂબતી ગાડી ઉપર પડતા ખેડૂત અને તેની પત્નીએ એક યુવતીને બચાવી લીધી હતી જ્યારે બીજા ચાર લોકો નર્મદા કેનાલમાં ગરકાવ થયી ગયા હતા.
કડીના નંદાસણ ગામના પાંચ યુવક યુવતી GJ 02 CP 7786 નંબરની બ્રીઝા ગાડી લઈ સોમવારે કડી ખાતે સરકારી પરિક્ષાઓના ફોર્મ ભરવા આવ્યા હતા.ફોર્મ ભર્યા બાદ તેઓ કડીના કરણનગર ગામ પાસે આવેલ નર્મદા કેનાલ ઉપર ફરવા આવતા હતા ત્યાં ડ્રાઇવરે ગાડી ઉપરથી કાબુ ગુમાવતા ગાડી નર્મદા કેનાલના પાણીમાં ખાબકી હતી.નર્મદા કેનાલમાં ગાડી ડૂબતા જોતા ત્યાંથી પસાર થતા કરણનગર ગામના ખેડૂત સરદારજી સેનાજી ઠાકોર અને તેમની પત્ની મધુબેને અગમચેતી વાપરી પહેરેલી સાડી કેનાલમાં ત્રણ વખત નાખી પરંતુ ડૂબતા યુવક અને યુવતીના હાથમાં સાડી આવતી નહોતી પરંતુ ચોથી વખત નાખેલી સાડી ડૂબતી યુવતીના હાથમાં આવી જતા તેણીનીને બચાવી લેવાયી હતી.
યુવક અને યુવતીઓ ભરેલી ગાડી નર્મદા કેનાલમાં ખાબકી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા.તરવૈયા અને ક્રેનની મદદથી ડૂબેલા ચાર યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સવારથી બચાવ કામગીરીમાં એક યુવતીની લાશ અને ૨ યુવક ની લાશ મળી આવી છે.અને અેક યુવક ની શોધખોળ ચાલુ છે.સવારથી બચાવ કામગીરી ચાલી રહી છે જેમાં બૈયલ ગામના તરવૈયા,કડી ફાયર બ્રિગેડ તેમજ કલોલ ફાયર બ્રિગેડ ની ટીમો ડૂબેલા 3 યુવકોની શોધખોળ કરી રહી છે.ઘટનાની ગંભીરતા ને પગલે મહેસાણા જિલ્લા નાયબ પોલીસવડા,સ્થાનિક ટી.ડી.ઓ.,પ્રાંત ઓફિસર સહિતનો પોલીસ કાફલો અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગયી છે.
ડૂબેલા યુવક-યુવતી
૧ – સૈયદ સલમાન અબ્દુલહમીદ
૨ – કુરેશી રઝાક ઇલ્યાસભાઈ
૩ – કુરેશી અબીરલ મહમદહુંસેન
૪ – સૈયદ રીહાબાનું અલ્લારહુસેન
બચાવી લેવાયેલ યુવતી
૧ – સૈયદ અરબીના અહમદહુસેન