મધમાખીએ ડંખ મારતાં જીભ દડા જેવી થઇ ગઇ

મુંબઇ : અમેરીકાના ઉટાહ સ્ટેટનો રહેવાસી 20 વર્ષીય કોબે ફિમેન થોડા દિવસ પહેલા બર્ગર ખાતો હતો ત્યારે મધમાખીએ તેને જીભ પર ડંખ મારી દીધો હતો. જે પછી જીભની સ્થિતિ દડા જેવી થઇ ગઇ હતી.સ જીભના કદ અને આકારમાં થયેલા ફેરફારને લીધે તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. કોબે બર્ગર ખાતો હતો ત્યારે તેને અચાનક જીભ પર ખુબ પીડા થવા લાગી હતી. આ પીડાનું કારણ જોવા શોધવા તેણે અરીસામાં જોેયુ ત્યારે ખબર પડી કે તેની જીભ પર મધમાખીએ ડંખ માર્યો છે. તેણે પોતાની જીભનો વિડીયો શુટ કરી સોશિયલ મીડિયામાં મુકતાં તે ભારે વાયરલ થયો હતો.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર