નવરાત્રિ દરમ્યાન પાવાગઢ મહાકાળી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

પરંતુ ભાવિક ભક્તો ની આસ્થા ને ધ્યાને લેતા પાવાગઢ તળેટી માં લાઈવ વર્ચ્યુઅલ દર્શન માટે ની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજ્યભર ના ધાર્મિક સ્થળો અનલોક 5 મુજબ સરકારી ગાઈડલાઈન મુજબ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર આગામી નવરાત્રી દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. નવરાત્રી ના આગલા દિવસ 16 મી ઓકટોબર થી મંદિર તરફ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવશે.
પાવાગઢ નીચે ભાવિક ભક્તો માટે વર્ચ્યુઅલ દર્શન કરવા માટે ની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવશે . વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઉભી કરવામાં આવનાર વ્યવસ્થા ઉપર સરકારી ગાઈડલાઈન મુજબ ભક્તો માટે સુવ્યવસ્થા જળવાય એવા પ્રયાશો કરવામાં આવશે. વધુમાં જમાવવામાં આવ્યું છે કે નવરાત્રી દરમ્યાન મંદિર ની વેબ સાઇટ ઉપર પણ ભક્તો માટે લાઈવ દર્શન ની વ્યવસ્થા કરવામાં આવશે. હાલોલ વિશ્રામગૃહ ખાતે કલેક્ટર ની અધ્યક્ષતા માં રાખવામાં આવેલ પત્રકાર પરિષદ સંબોધતા મંદિર ટ્રસ્ટી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)