બેનામી સંપત્તિ પોપ્યુલર બિલ્ડર્સને ત્યાંથી 77 લાખ રોકડા, 82 લાખના દાગીના, 22 બેન્ક લોકર મળી આવ્યાં

ઉપરાંત ગ્રૂપના વિશ્વાસુ ભરત પટેલને ત્યાંસોમવાર મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. ભરત પટેલને ત્યાંથી જૂના હિસાબોની કાચી ચિઠ્ઠી મળી આવ્યા છે, જેમાં પોપ્યુલર ગ્રૂપે ખેડૂતો, ડ્રાઇવર, નોકર અને સંબંધીને નામે પ્રોપર્ટીઓ કરી હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત 13 સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજો, કાંકરિયા મણિનગર કો-ઓપરેટિવ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક, સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ અને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ સહિત 55 બેન્કોની કોરી સહી કરેલી ચેકબુક મળી આવી છે.
13 કો. સોસાયટીના નામે બેનામી સંપત્તિ મળી
- સુનિધિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ
- સૂર્યમુખી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ
- સોમેશ્વર દર્શન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ
- શ્રી હનુમાન દર્શન સહકારી મંડળી
- કુમકુમ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ
- આ સિવાય અલગ અલગ સોસાયટીઓમાં બેનામી સંપત્તિ અંગે તપાસ ચાલુ
સંપત્તિઓના પુરાવા નહીં આપે તો જપ્ત થશે
પોપ્યુલર ગ્રૂપને ત્યાં દરોડામાં મળી આવેલા દસ્તાવેજોમાં જમીન, મકાન અને દુકાનો કો-ઓપરેટિવ સોસાયટીઓના ચેરમેનના નામે મળી આવ્યાં છે. પ્રોપર્ટી ખરીદવાની શક્તિ ન ધરાવતા લોકોને નામે પ્રાઇમ લોકેશનમાં આવેલી 13 પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે. જો આ લોકો પ્રોપર્ટી ખરીદીની માહિતી નહીં આપી શકે તો તમામ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)