ડભોઇ તાલુકાના પણસોલી ગામની સીમમાં જુગાર રમતા 6 પકડાયા

ડભોઇ તાલુકાના પણસોલી ગામની સીમમાં જુગાર રમતા 6 પકડાયા
Spread the love

ડભોઇ તાલુકાના પણસોલી ગામની સીમમાં અમુક લોકો જુગાર રમી રહ્યાની બાતમી ડભોઇ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસને મળતા બાતમીના આધારે પોલીસ એ રેડ કરતા સ્થળ ઉપરથી 6 જેટલા ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ એ રેડ કરતા જુગારીઓ પાસે થી 12,700નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસને પાકી બાતમી મળી હતી કે પણસોલી સીમમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે જેને અનુલક્ષીને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ દ્વારા રેડ કરતા જુગાર રમી રહેલ શૈલેશભાઈ અભેસિંગ રથોડીયા રહે,પ્રયાગપુરા,મુકેશ ભાઈ રમણભાઈ બારીયા રહે. સુવાલજા, ખાલીદભાઈ ઇનાયતભાઈ સિંધી રહે. સિંધિયાપુરા, મહેશભાઈ સનાભાઈ રાઠોડિયા રહે.પણસોલી, દાઉદભાઈ એન. સિંધી રહે. સિંધિયાપુરા તથા રણજીતભાઈ રમણભાઈ વસાવા રહે. પણસોલીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

IMG-20201014-WA0016.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!