ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુક ટ્વિટરને જેપીસીનું તેડું

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુક ટ્વિટરને જેપીસીનું તેડું
Spread the love

નવી દિલ્હી: ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું. તેમણે પીટીઆઇને કહ્યું હતું કે

ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે

પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

download.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!