જૂનાગઢ : પોસ્ટ ઓફિસમાં નવા આધારકાર્ડ કાઢાવવા, સુધારાની કામગીરી કરવા ઇચ્છુકે અગાઉ એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે
જૂનાગઢ : જૂનાગઢ વિભાગની નિયુક્ત કરેલી ૩૩ પોસ્ટ ઓફિસોમાં નવા આધાર કાર્ડ કઢાવવા, સુધારા કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા અગાઉ થી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
કોવિડ-૧૯ અનલોકના અનુંસંધાને જૂનાગઢ વિભાગ ની નિયુક્ત કરેલી ૩૩ પોસ્ટઓફિસોમાં નવા આધાર ઇસ્યુ કરવાની અને આધાર કાર્ડ માં સુધારો કરવાની કામગીરી થતી હોય, નજીકની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરવો. જે લોકો ને નવા આધારકાર્ડ ઇસ્યુ કરવાના હોય તેમજ આધાર કાર્ડ માં સુધારો કરવાનો હોય જેમકે જન્મ તારીખમાં ફેરફાર માટે જે તે વ્યક્તિ એ જરૂરી દસ્તાવેજ ની ઓરીજનલ કોપી સાથે રાખવી. તેમજ કોવિડ-૧૯ અનલોક ની ગાઇડલાઇન મુજબ જે તે પોસ્ટ ઓફિસ માંથી અગાઉ થી એપોઇન્ટમેંટ મેળવી લેવી.
જૂનાગઢ વિભાગની નિયુકત કરેલી ૩૩ પોસ્ટઓફિસોમાં જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ,જૂનાગઢ આઝાદ ચોક, જૂનાગઢ સરદારબાગ, સ્ટેશન રોડ, માંગનાથ રોડ, જોષીપુરા, દોલતપરા, ટીંબાવાડી,આંકોલવાડી, બગડુ, ભેસાણ, બીલખા, ચોરવાડ, દીવ, ઘોઘલા, ગીરગઢડા,કેશોદ, કોડીનાર, લુશાળા, માળીયા હાટીના, મેંદરડા, પ્રભાસપાટણ, સરસઇ, સાસણ ગીર,શાપુર, શેરબાગ, સુત્રાપાડા, તાલાળા, ઉના, વંથલી, વેરાવળ એમડીજી, વેરાવળ રેયોન ફેક્ટરી, વિસાવદરનો સમાવેશ થાય છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ