જૂનાગઢમાં બાગાયત ખાતાની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે
- ટ્રેકટર, પાવર ટીલર, પેક હાઉસ, સહિતમાં સહાય અપાશે
જૂનાગઢ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ ઇનપુટ સહાય માટે તા. ૧૭/૧૧/૨૦૨૦ સુધીમાં અરજી કરવાની રહેશે.જેમાં મીની ટ્રેકટર, પાવર ટીલર, પેક હાઉસ, સહિતના સાધનો માટે સહાય અપાશે. જૂનાગઢ જિલ્લામાં સામાન્ય અનુસુચિત જાતિના બાગાયતદારો માટે બાગાયત ખાતા દ્રારા વિવિધ સહાય યોજના કાર્યરત છે. જે અંતર્ગત ફળઝાડ વાવેતર, ફુલ પાક વાવેતર, સરગવાની ખેતી, મીની ટ્રેકટર, પાવર ટીલર, પેક હાઉસ, બેટરી તથા ટ્રેકટર સંચાલીત સ્પ્રે પંપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પેકીંગ મટીરીયલ્સ, સ્વયંમ સંચાલીત મશીનરી, રોડ સાઇડ ફળ તથા શાકભાજીનું વેચાણ કરતા લોકો માટે વિના મુલ્યે છત્રી વિગેરેમાં સહાય આપવામાં આવે છે.
આ યોજનાઓની વિવિધ અરજીઓ મેળવવા માટે સરકારશ્રી દ્રારા ઓનલાઇન આઇ ખેડુત વેબસાઇટ (ikhedut.gujarat.gov.in ) ઓપન કરવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતો ૧૭/૧૧/૨૦૨૦ સુધીમાં સીધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજીની નકલ સાથે જરૂરી સાધનીક કાગળો ૭/૧૨ તથા ૮-અ નો ઉતારો, બેંકપાસ તથા આધારકાર્ડની નકલ, પ્રોજેક્ટ રીપોર્ટ નાયબ બાગાયત નિયામકની કચેરી, લધુ કૃષિ ભવન, બહુમાળી સામે જૂનાગઢની કચેરી ખાતે રજુ કરવાના રહેશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ