વાહ રે.. કુદરત…
- વાહ રે કુદરત…મકાઈ નું નારી રૂપ..
સરડોઇ : નારી તારા નવલાં રૂપ એવું કહેવાતું સાંભળ્યું હશે પણ ફાંટાબાજ કુદરત ના ખેલ જોઈ મકાઈ તારા નવલાં રૂપ કહેવું પડે તેમ છે.અગાઉ બટાકા , સુરણ માં ગણપતિ, કાચબા અને માનવ આકાર ઉપરાંત રીંગણ માં ૐ ની પ્રતિકૃતિ ના દર્શન કુદરત કરાવી ચૂકી છે ત્યાં સાબરકાંઠા ના એક ખેતર માં મકાઈ ના ડોડા નું અદ્દલ નારી સ્વરૂપ જોઈ લોકો દંગ રહી ગયા છે.ખુલ્લા કેશ સાથે લીલી સાડી માં કોઈ સ્ત્રી ખેતરમાં ઉભી હોય તેવું દ્રશ્ય જોઈ અનેક લોકો ના મુખ માંથી વાહ રે કુદરત શબ્દો નીકળી રહ્યા છે.
દિનેશ નાયક, સરડોઈ