ગુજરાત સ્થિત મારુતિ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થશે

મારુતિ સુઝુકી ગુજરાતના હંસલપુરમાં પોતાના પ્લાન્ટ નંબર 3નું પરિચાલન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ આ અંગે જાણકારી આપી છે. સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડે ગુજરાતના હંસલપુરમાં પોતાના પ્લાન્ટ નંબર 3નું નિર્માણ પૂરું કરી લીધું છે. એસએમજીએ હવે એપ્રિલ 2021થી કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.જાણકારી મુજબ આ ઉત્પાદન પ્લાન્ટથી ઉત્પાદનની માત્રા વેપારની સ્થિતિ અને બજારની માંગ પર નિર્ભર કરશે. એસએમજી મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ માટે અનુબંધના આધારે કારનું નિર્માણ કરે છે.
મારુતિ સુઝુકીએ હાલમાં જ ઓક્ટોબર 2020માં થયેલ વેચાણની ઘોષણા કરી હતી. કંપની દ્વારા મળેલી જાણકારી મુજબ સપ્ટેમ્બર 2020માં કંપનીએ પેસેન્જર વ્હીકલની કુલ 1,47,912 યૂનિટ નોંધ્યાં હતા જ્યારે ઓક્ટોબર 2020માં કંપનીએ 34 ટકાની ઈયર-ઑન-ઈયર બઢત હાંસલ કરી છે.ઑક્ટોબર 2020માં મારુતિ સુઝુકીએ પેસેન્જર વ્હીકલની 1,63,656 યૂનિટ વેચી છે, કંપનીએ આ મહિને 17.6 ટકાની ઈયર-ઑન-ઈયર અને 10.64 ટકાની મંથ-ઑન-મંથ બઢોતરી નોંધી છે. કંપનીની નાની હેચબેક કાર ઑલ્ટો અને એસ પ્રેસોના ગત મહિને 28462 યૂનિટ વેચવામાં આવ્યાં.