ફેબ્રુઆરી સુધી લૉન્ચ થઈ શકે ભારત કોરોના વેક્સીન

ફેબ્રુઆરી સુધી લૉન્ચ થઈ શકે ભારત કોરોના વેક્સીન
Spread the love

નવી દિલ્હીઃ ભારત બાયોટેક અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) મળીને ભારતમાં કોરોના વાયરસની સંભાવિત રસીનું નિર્માણ કરી રહ્યા છે. ભારત બાયોટેકના કોવિડ-19 વેક્સીન જલદી જ લૉન્ચ થાય તેવી શક્યતા છે. આઈસીએમઆર મુજબ આ વેક્સીનને ફેબ્રુઆરીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ મહિનાના શરૂઆતમાં જ વેક્સીનના ચોથા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે, અત્યાર સુધીના અધ્યયનોથી આ સુરક્ષિત અને પ્રભાવી થયું હોવાનું જણાયું છે.

ટ્રાયલની સફળતા જોતાં જલદી જ લૉન્ચ થઈ શકે વેક્સીનટ્રાયલની સફળતા જોતાં જલદી જ લૉન્ચ થઈ શકે વેક્સીનકોરોના વાયરસ વેક્સીનની જાણકારી આપતાં આઈસીએમઆરે કહ્યું કે આગલા વર્ષના બીજા ક્વાર્ટરમાં આ વેક્સીન લૉન્ચ થાય તેવી ઉમ્મીદ છે. આઈસીએમઆરના પ્લાનિંગ કોઓર્ડિનેટર ડૉ રજનીકાંતે જણાવ્યું કે રસીએ સારી પ્રભાવકારિતા દેખાડી છે. ઉમ્મીદ છે કે આગલા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી આ રસી મળી જાય તેવી સંભાવના છે.

જો કોરોના વેક્સીન ફેબ્રુઆરીમાં લોકો માટે ઉપલબ્ધ થઈ જાય છે તો આ ભારત નિર્મિત દેશોની પહેલી કોરોના વેક્સીન હશે.કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય રજની કાાંતે કહ્યું કે, વેક્સીને પહેલા અને બીજા તબક્કાનાપરીક્ષણોમાં જાનવરોના અધ્યયનમાં સુરક્ષા અને પ્રભાવકારિતા દેખાડી છે. માટે આ સુરક્ષિત છે. પરંતુ ત્રીજા તબક્કાના ટેસ્ટિંગ દરમ્યાન વેક્સીન કેટલી સફળ થશે તેની 100 ટકા સુનિશ્ચિતતા થઈ જશે. કેટલાક જોખમ હોય શકે છે, જો તમે જોખમ લેવા માટે તૈયાર છો તો તમે વેક્સીન લઈ શકો છો.

જો જરૂરત જણાય તો સરકાર આપાતકાલીન સ્થિતિમાં વેક્સીન આપવા વિશે વિચારી શકે છે. કોવેક્સીનનુ્ં એમ્સ અને કેટલાક અન્ય હોસ્પિટલોમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. એમ્સમાં તેના પરીક્ષણને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને તેમાંથી બે તબક્કાના પરીક્ષણ સંપન્ન થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત કેટલીય વેક્સીન અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે. બ્રિટેનની એસ્ટ્રેજેનેકા દ્વારા વિકસિત એક પ્રયોગાત્મક રસી સૌથી ઉન્નત વેક્સીનમાંથી એક છે, અને બ્રિટેનને ઉમ્મીદ છે કે ડિસેમ્બરના અંત અથવા 2021ની શરૂઆતમાં તે રોલ-આઉટ કરવામાં આવશે. એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા સહિત દુનિયાભરની કંપનીઓ અને સરકાર સાથે કેટલીય આપૂર્તિ અને વિનિર્માણ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

coronavaccine2-1604582195.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!