ફોટો સ્ટુડીયોમાં ડુપ્લીકેટ સીડી બનાવવાનું કારસ્તાન

નડિયાદ શહેરમાં ડુપ્લીકેટ સી.ડી બનાવતા બે સ્ટુડીયો પર દરોડો પાડવામાં આવ્યા હતા.શહેરના જૂના ડુમરાલ રોડ પર અને પશ્ચિમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના જૂના ડુમરાલ રોડ પર વૈશાલી સિનેમાં પાછળ આવેલ અમર સ્ટુડિયો અને આશીષ સોસાયટી ની બહારના ભાગમાં નામ વગરની દુકાને દરોડો પાડવામાં આવ્યા હતા.
આ બંને સ્ટુડિયો પર કોપીરાઇટ હક્કોના ભંગ કરી લગ્નની સીડી બનાવવામાં આવતી હતી.તેમજ આ અંગેના લાયસન્સ કે પરવાનગી વગર લગ્ન, પહેલા ના પ્રિવેડીંગ આલ્બમની ફોટોગ્રાફી,વિડિયોગ્રાફી તથા લગ્ન તેમજ અન્ય પ્રસંગોમાં વિડિયોગ્રાફીના ડેટામાં ઉપયોગ કરી વેપાર કરતા અથવા આવા ઓડિયો મિક્સિંગ કરેલા ડેટા બેકઅપ રાખી વેપાર કરતા હોવાનુ બહાર આવ્યુ છે.
પોલીસ ટીમે બંને સ્થળ પરથી આશરે કુલ ૫૦,૧૦૦ના કોમ્પ્યુટર અને સી.પી,યુ જપ્ત કરવામાં આવ્યા છે.આ બનાવ અંગે ટી.સીરીઝ કંપનીના ચિરાગભાઇ પ્રવીણભાઇ પટેલ રહે,ભાયાની ખડકી કરમસદે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે અમર સ્ટુડિયોના શૈલેશ કાંતિભાઇ મોજીત્રા અને આશીષ સોસાયચી નામ વગરની દુકાનના માલિક રાજ રમેશભાઇ પટેલ વિરૂધ્દ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.