પ્રાથમિક શિક્ષકોએ બોગસ સર્ટી મૂકી ગ્રેડ પેનો લાભ લીધાની ચર્ચા

નડિયાદ : ખેડા જિલ્લામાં સી.સી.સી ખોટા સર્ટી મૂકી લાભ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જિલ્લામાં આશરે ૧૨૦૦ ઉપરાંતના શિક્ષકોએ આવા ખોટા સર્ટી મૂકીને ઉચ્ચતર ગ્રેડનો પે નો લાભ લીધો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. જ્યારે સૌથી વધુ મહેમદાવાદ તાલુકાના શિક્ષકો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.ખેડા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગારનો લાભ લેવા માટે ગવરમેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ના ખોટા સી.સી.સી સર્ટીઓ મૂકી લીધો હોવાનુ બહાર આવ્યુ છે.
ખેડા જિલ્લામાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકાના આશરે ૪૦ થી વધુ શિક્ષકોએ આવા ખોટા સર્ટીઓ મૂકયા હોવાનુ હાલ ચર્ચાઇ રહ્યુ છે. આ શિક્ષકો દ્વારા ઉચ્ચતર માધ્યમિકનો લાભ લેવા માટે ૯, ૨૦, અને ૩૧ વર્ષના ઉચ્ચતર ગ્રેડ-પે માટે આવા ખોટા સર્ટી રજૂ કરી લાભ લીધો હોવાનુ બહાર આવ્યુ છે.પ્રાથમિક શિક્ષકોએ ખોટા સર્ટી રજૂ કર્યા છતા ખેડા શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષકો સામે પોલીસ ફરિયાદ કરવાને બદલે બીજી પરીક્ષા આપી નવુ સર્ટી મૂકી લાભ લઇ જવાનો નિર્દેશો કરવામાં આવ્યા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.