ભાવ વધુ મળતા ટેકાના ભાવે માત્ર 41 ટન મગફળી જ વેંચાઈ

ભાવ વધુ મળતા ટેકાના ભાવે માત્ર 41 ટન મગફળી જ વેંચાઈ
Spread the love

કચ્છ/ભુજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૃ થઈ છે. પરંતુ દસેક દિવસમાં ૪૧-૪૨ ટન જેટલી જ મગફળી ખેડૂતોએ ટેકાના ભાવે વેચી છે. શરૃઆતમાં ટેકા કરતા ખુલ્લી બજારમાં વાધારે ભાવ મળતા રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં ધરતીપુત્રોએ સીધા વેપારીઓને માલ વેચીને દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે રોકડી કરી લીધી છે. આ અંગે મળતી વધુ માહિતી મુજબ ખેડૂતોને તેમના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુ સરકાર દ્વારા વિવિાધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરાતી હોય છે. એમ ચાલુવર્ષે ૨૬ ઓક્ટોમ્બરાથી મગફળી ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ૨૦૧૭ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જેમાં ભુજમાં ૫૭૬, માંડવીમાં ૭૩૩ અંજારમાં ૪૦૪ અને ભચાઉમાં ૩૦૪ ખેડૂતોનો સમાવેશ થાય છે. ૨૦ કિલોના ૧૦૫૫ ભાવ સરકાર દ્વારા નક્કી કરાયા છે અને વેપારીઓ પાસે પણ એજ રકમ આૃથવા એનાથી વધુ ભાવ મળી રહ્યા હોઈ કિસાનો ટેકાના ભાવની લાંબી લપમાં પડવા કરતા ખુલી બજારમાં વેચાણ કરી રોકડી કરી લેવાનું મનમનાવી લેતા ટેકાનાભાવમાં માત્ર ૪૧.૯૪ ટન મગફળી જ ખેડૂતોએ વેચી છે. જોકે બે ખેડૂતોનો માલ રીજેક્ટ પણ થયો છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા લાંબી ચલાવવાની હોઈ ખેડૂતો ટેકાના ભાવે વેચાણ તરફ વળશે એવી આશા તંત્ર રાખી રહ્યું છે.

content_image_e28995f9-1804-4bfc-aa9f-a509d774c6a3.gif

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!